________________
। अथ दुःषमोपनिषद्-व्याख्याविभूषिता
ण्डिका
श्रीवर्द्धमानं जिनवर्द्धमानं, सूरीन्द्रमेवं गुरुहेमचन्द्रम् । प्रणम्य नम्यं वितनोमि वृत्तिं, श्रुतोत्तमे दुःषमगण्डिकाख्ये ॥
अथ को दुःषमगण्डिकाशब्दस्यार्थ इति, उच्यते, गण्डिकेहैकार्थाधिकारा ग्रन्थपद्धतिः, सोऽर्थश्च प्रकृते दुःषमारसत्क इत्ययं ग्रन्थो दुःषमगण्डिका । ननु यद्येवं तर्हि
આહત્યની લક્ષ્મીથી વધતા એવા વર્તમાન જિન અને સૂરીન્દ્ર એવા ગુરુ હેમચન્દ્ર, આ વંદનીયને વંદન કરીને દુઃષમગંડિકા નામના ઉત્તમ શ્રત પર વૃત્તિ રચું છું.
પ્રશ્ન - દુઃષમગંડિકા આ શબ્દનો શું અર્થ છે?
ઉત્તર - ચંડિકાનો અર્થ છે એક અર્થના અધિકારવાળી ગ્રંથની પદ્ધતિ. તે અર્થ પ્રસ્તુતમાં દુઃષમા આરાનો છે માટે આ ગ્રંથ દુઃષમગંડિકા છે.
શંકા - જો એવું હોય, તો પહેલા દુઃષમા આરો આ પદના અર્થને જ પહેલા સ્પષ્ટ કરો ને ?