________________
તદુપરાંત આ સામગ્રી જૈનદર્શનના અભ્યાસી વિદ્વાનો તથા દર્શન તેમજ વિજ્ઞાનના શોધક માટે પણ છે ખૂબ સહાયક અને માર્ગદર્શક સાબિત થશે. જૈનદર્શનની પુદ્ગલ, જીવ, ગતિ, કર્મ, વેશ્યા, યોગ વિષયક ધારણાઓ આજે વિજ્ઞાન માટે અધ્યયનનો અભિનવ વિષય બન્યો છે. હજારો વર્ષ પૂર્વે વર્ણવેલ સત્ય આજે વિજ્ઞાનની કસોટી પર સાચું ઠરે છે અને સાથે જ વૈજ્ઞાનિકોને આ દિશામાં શોધ કરવા માટેની ભૂમિકા તૈયાર કરી આપે છે. એક માર્ગદર્શકની રીતે સંકેત અને રૂપરેખા પણ રજૂ કરે છે. એથી જ્ઞાન-વિજ્ઞાનની નવી-નવી ક્ષિતિજો ખુલવાની પ્રબળ સંભાવના રહે છે. મારું એવું માનવું છે કે આવનાર યુગના વૈજ્ઞાનિક અને શોધક
જ્યાં સુધી જૈન દર્શન તથા જૈન આગમોનું અધ્યયન નહીં કરશે ત્યાં સુધી વિજ્ઞાનની પ્રગતિ અપૂર્ણ રહેશે અને એના ઘણા પ્રશ્નોનું સમાધાન નહીં થશે. વિજ્ઞાન જે પ્રશ્નોના ઉત્તર નથી આપી શકતું, જેનું સમાધાન નથી કરી શકતું, તે પ્રશ્નો અને કોયડાનું સમાધાન જૈન આગમોના ઊંડાણપૂર્વકના અભ્યાસ દ્વારા મેળવી શકાય છે અને આ વિષયમાં દ્રવ્યાનુયોગનો આ મહાન્ સંગ્રહ વિશેષ સહાયક બનશે, એવો મારો અભિપ્રાય છે.
ઉપાધ્યાયશ્રીની ઈચ્છા હતી કે આ ગ્રંથની વિસ્તૃત પ્રસ્તાવના હું લખું, મારી પણ અંતરની ઈચ્છા હતી કે આ પ્રકારના મહાગ્રંથ પર એક વિસ્તૃત પ્રસ્તાવના લખું. મારા અધ્યયન, અનુશીલનનો સાર વાંચકોની સામે રજૂ કર્યું. પરંતુ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આદિ ક્ષેત્રોમાં નિરંતર વિહાર, દરરોજ સેંકડો- હજારો દર્શનાર્થીઓનું આવાગમન, સંપર્ક તથા સાધુ જીવનની આવશ્યક ચર્યાને કારણે મને અત્યાર સુધી અવકાશ ન મળી શક્યો અને પ્રસ્તાવના લખવામાં વિલંબ થયો. અસ્તુ. હવે ત્રીજો ભાગ પણ તૈયાર થઈ રહ્યો છે. એથી મેં સંક્ષેપમાં જ મારા વિચાર પ્રાથમિક વક્તવ્યના રૂપમાં પ્રસ્તુત કર્યા છે.
પ્રબુદ્ધ વાંચકોને હું અનુરોધ કરું છું કે પ્રસ્તુત ગ્રંથરત્ન પર ડૉ. સાગરમલજી જૈન અને ડૉ.ધર્મચંદજી જૈન દ્વારા લખેલી મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે જેથી ગ્રંથના ગંભીર રહસ્યને સહજમાં સમજી શકાશે કારણ કે બંનેની પ્રસ્તાવના ખૂબ મહત્ત્વપૂર્ણ, અનુશીલનાત્મક છે.
હું ફરી મારી હાર્દિક પ્રસન્નતા વ્યક્ત કરું છું કે ઉપાધ્યાય શ્રી કન્વેયાલાલજી મ. કમલ” નો આ ૫૦ વર્ષનો ગહન અભ્યાસ યુક્ત અવિસ્મરણીય શ્રમ જૈન વાડમય ને ગૌરવાન્વિત કરશે અને સદીઓ સુધી એની મહત્તા રહેશે એવી શુભકામના સાથે -
આચાર્ય દેવેન્દ્રમુનિ
ઉદયપુર એપ્રિલ ૧૯૯૫
હિન્દી દ્રવ્યાનુયોગ ભાગ-૩માંથી સાભાર.
1
2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org