________________
ન
3.
પ્રકાશકીચ
જૈન-આગમ જૈનદર્શન અને જૈનધર્મનો મૂળ સ્રોત છે. એમાં હજારો વિષયો વિખરાયેલા જોવા મળે છે. એક વિષયની જાણકારી એક આગમમાં વ્યવસ્થિત રીતે પ્રાપ્ત થતી નથી. બહુશ્રુત આર્યરક્ષિતસૂરિએ ભારે જહેમત ઉઠાવી અનુયોગ શૈલી તૈયાર કરી પણ આગમોમાં ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ નામનો ઉલ્લેખ જ જોવા મળે છે. પરંતુ વ્યવસ્થિત વિભાજન પ્રાપ્ત નથી થતું.
પૂજ્ય ગુરુદેવ ઉપાધ્યાયશ્રી કન્વેયાલાલજી મહારાજનું અનુયોગ તરફ એક વિદેશી વિદ્વાને ધ્યાન ખેંચ્યું અને તેમને લાગ્યું કે આ કાર્ય કરવા જેવું છે. જેથી સંશોધન કરનાર વિદ્યાર્થીને તથા જિજ્ઞાસુને આગમોનો લાભ મળશે. આથી તેમણે પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ લઈ આ ભગીરથ કાર્યના મંડાણ કર્યા અને અંતિમ શ્વાસ સુધી એ કાર્યમાં સંલગ્ન રહ્યા. હિન્દીમાં ચારે અનુયોગનું કાર્ય એમની હયાતીમાં એમની ઈચ્છા અનુસાર પૂર્ણ થયું અને આ ગ્રંથોનું લોકાર્પણ પણ કર્યા. ઉપાધ્યાયશ્રીનો ઉપકાર ક્યારેય ભૂલી નહિ શકાય. આવી મહાનું યાદગીરી આપીને અમર થઈ ગયા.
હિન્દી અનુયોગનો ગુજરાતી અનુવાદ છપાવવાનો વિચાર ટ્રસ્ટે કર્યો અને ડૉ. મુક્તિપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી વગેરે પાસે વિચાર રજૂ કર્યો અને તેમણે એ સહર્ષ સ્વીકાર્યો. તેઓ અને તેમની સુશિષ્યાઓ અનુપમાજી, વિરતિસાધનાજી આદિ સાધ્વીઓ આ કાર્યમાં જોડાઈ ગયા અને ઝડપભેર આ કાર્ય સંપન્ન કર્યું. તેઓએ હિન્દી અનુયોગના કાર્યમાં પણ સારું યોગદાન કર્યું હતું.
ગુરુદેવના સંકલ્પને પૂર્ણ કરવાનું બીડું એમના સુશિષ્ય ઉપપ્રવર્તક શ્રી વિનયમુનિજીએ ઉઠાવ્યું. ગુજરાતીના ત્રણ અનુયોગ પૂર્ણ થયા પછી દ્રવ્યાનુયોગનું કાર્ય હાથમાં લીધું અને માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં આ કાર્ય પૂર્ણતાની અગ્રેસર છે એ ખૂબ પ્રસન્નતાની વાત છે.
દ્રવ્યાનુયોગના ત્રણ ભાગ તૈયાર થઈ ગયા હવે ચોથાનું કાર્ય શરૂ થઈ ગયું છે જે દીપાવલી પહેલા પૂર્ણ થવાની સંભાવના છે. આવું મહાનું કાર્ય કરાવવા માટે ઉપપ્રવર્તકશ્રીએ ઘણો જ સમય આપ્યો છે તે માટે અમે તેમના ઋણી છીએ. ટ્રસ્ટના મંત્રીશ્રી જયંતીભાઈ ચંદુલાલ સંઘવીનો ગુરુદેવ પ્રત્યેનો અત્યંત અહોભાવ તેમજ નારણપુરા સંઘની બધી જવાબદારીઓ સંભાળવા છતાં ટ્રસ્ટ માટે ખૂબ જહેમત ઉઠાવી. જેથી આ ભગીરથ કાર્ય પૂર્ણ થવામાં આવ્યું છે.
પ્રફ સંબંધી અને પ્રેસની બધી જવાબદારી સેવાભાવી શિવજીરામજીના સુપુત્રો શ્રી માંગીલાલ અને શ્રી મહાવીર શર્માએ કાળજીપૂર્વક નિભાવી છે. તેમજ પ્રેસવાળા દિવ્યાંગભાઈએ ત્વરાથી કામ કરી આપ્યું તે બધાના અમે આભારી છીએ.
આવા ઉમદા કાર્યમાં દાનદાતાઓએ સારો લાભ લીધો જેથી આવા દળદાર ગ્રંથોની છપાઈ થઈ શકી તે બદલ દાનદાતાઓના અમે આભારી છીએ.
સ્વાધ્યાયી મુનિરાજો તથા મહાસતીઓ તેમજ આગમના અભ્યાસુ શ્રાવક-શ્રાવિકાઓ આ ગ્રંથો મંગાવી સ્વાધ્યાય કરે અને આ ગ્રંથોનો વધુમાં વધુ પ્રચાર થાય એ જ અભિલાષા રાખીએ છીએ. તમે સ્વાધ્યાય કરો અને બીજાને પ્રેરણા આપો. નામી-અનામી સર્વદાતાઓના આભારી છીએ.
ટૂંક સમયમાં ચોથો ભાગ પ્રકાશિત કરવાની ભાવના છે. એ ભાવના તમારા બધાના સહકાર અને સદ્દભાવનાથી પૂર્ણ થશે. એજ અભિલાષા સાથે,
નવનીતભાઈ ચુનીલાલ પટેલ
પ્રમુખ આગમ અનુયોગ ટ્રસ્ટ
gિes
૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org