________________
H. પાકથન
શ્રમણ સંઘના વરિષ્ઠ વિદ્વાનું ઉપાધ્યાય શ્રી કહૈયાલાલજી મ. કમલ' સંપાદિત દ્રવ્યાનુયોગ અવશ્ય એક મહાસાગરમાંથી મંથન કરી પ્રાપ્ત કરેલ શ્રુતજ્ઞાનનો અમૃત-ઘટ કહી શકાય છે. ત્રણ ભાગોમાં પ્રકાશિત કરેલ આ ગ્રંથ પોતે પણ જ્ઞાનના મહાકોષ જેવો છે. એમાં પદ્રવ્યોના ભેદ-ઉપભેદ, તેમની વિવિધ સ્થિતિઓ અને મુખ્યત્વે જીવ-અજીવના સંબંધી વિભિન્ન વિષયોને ગૂંથી લેવામાં આવ્યા છે. જૈન આગમોમાં જ્યાં-જ્યાં આ વિષયોનું વર્ણન સંક્ષેપમાં કે વિસ્તારથી જે પણ કરવામાં આવ્યું છે તેને ઉપાધ્યાયશ્રીએ સંકલિત કરી એકત્રિત કર્યું છે અને પછી જુદા-જુદા વિષયને ક્રમ અનુસાર ગોઠવીને ઉપવિષયો તેમજ વિભિન્ન શીર્ષકોમાં વિભક્ત કરી હિંદી ભાવાનુવાદની સાથે પ્રગટ કર્યો છે. આ ત્રણે ભાગોનું વિહંગાવલોકન કરવાથી આ સ્પષ્ટ થાય છે કે આ ઘણોજ દુષ્કર તેમજ શ્રમ-સાધ્ય કાર્ય કોઈ જાગ્રત પ્રજ્ઞાશીલ મનસ્વીનો જ ચમત્કાર છે. કોઈ પણ કાર્ય સંપન્ન કરવા માટે ધ્યેય, નિષ્ઠા અને દઢ અધ્યવસાયની અપેક્ષા રહે છે તેમજ એ વિશાળ કાર્ય માટે જીવન સમર્પિત કરવું પડે છે. ઉપાધ્યાય શ્રી કન્વેયાલાલજી મ. કમલ” ના આ કાર્ય સિદ્ધ કરી બતાવ્યું છે કે એમણે જૈન શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં એ અધૂરા કાર્યને પૂર્ણ કર્યું છે જેનું બીજારોપણ આજથી લગભગ ૨૧૭૫ વર્ષ પૂર્વે યુગપ્રધાન આચાર્ય આર્યરક્ષિતસૂરિએ કર્યું હતું.
આચાર્ય આર્યરક્ષિતસૂરિએ આગમોના અધ્યયનને સુગમ કરવા માટે અને શ્રુતજ્ઞાનને સરળતાપૂર્વક ગ્રહણ કરવાની દૃષ્ટિએ અનુયોગ વર્ગીકરણની એક શૈલી સુનિશ્ચિત કરી હતી અને એના પર ભારે પરિશ્રમ પણ ઉઠાવ્યો હતો. એજ રુપરેખાના આધારે મુનિશ્રીએ સ્વઅનુભવ અને બહુશ્રુત દષ્ટિએ આ કાર્યને વ્યાપક રુપમાં પ્રસ્તુત કર્યો છે. આ કાર્યમાં મુનિશ્રીએ જીવનના પચાસ મહત્ત્વપૂર્ણ વર્ષને ખપાવી દીધા છે. પરંતુ હું આ ૫૦ વર્ષના કાર્યને ૫૦૦ વર્ષના સુદીર્ધ શ્રમના રૂપમાં અંકિત કરું છું. બે હજાર વર્ષ પછી અનુયોગોનું એક સુવ્યવસ્થિત રૂપ આપણી સામે આવ્યું છે અને તે પણ શ્રમણ સંઘના એક વરિષ્ઠ ઉપાધ્યાયશ્રી દ્વારા; આ વાતની મને ઘણીજ ખુશી તેમજ આહ્વાદ છે અને સંપૂર્ણ સ્થાનકવાસી જૈન સમાજ માટે એ ગૌરવની વાત છે. હું તો ત્યાં સુધી કહીશ કે સમસ્ત જૈન સમાજ માટે આ પ્રસન્નતા અને ગૌરવનો વિષય બનશે.
દ્રવ્યાનુયોગની છાપેલી સામગ્રીનું અવલોકન કરતા મને ઘણી પ્રસન્નતા થઈ કે એના સ્વાધ્યાયથી કર્મ, ક્રિયા, વેશ્યા, આશ્રવ, જન્મ-મરણ, પુદ્ગલ સંબંધી એટલી મહત્ત્વપૂર્ણ અને જીવનોપયોગી માહિતી મળે છે અને એવો મન થાય છે કે એને વાંચ્યા જ કરીએ. આ જ્ઞાનસાગરમાં ડૂબકીઓ માર્યા જ કરીએ. વિહંગાવલોકન કરતા મેં એક વાર આશ્રવ અધ્યયનના પાના ફેરવ્યા. પાંચ આશ્રવોનું વર્ણન વાંચવા લાગ્યો. પાંચ આશ્રવઢારોનું વિસ્તૃત વર્ણન જે પ્રશ્નવ્યાકરણસૂત્રમાં જોવા મળે છે તેનો આમાં ઉલ્લેખ છે. આમાં હિંસા, અસત્ય આદિ આશ્રવોના ફલ-વિપાક વાંચતા રોમાંચ થઈ જાય છે. હિંસા તેમજ અસત્ય સેવનના કારણ, હેતુ અને એના કટુ ફળ એટલા મનોવૈજ્ઞાનિક રૂપે રજૂ કર્યા છે કે એને વાંચતા મનુષ્યનું હૃદય કંપી ઊઠે છે અને હિંસા આદિ આશ્રવોની સ્વતઃ જ વિરતિ થવા માંડે છે. આ એક ઉદાહરણ છે.
આજ રીતે જ્ઞાન, કર્મ, વેશ્યા આદિ બધા વિષયો પર ખૂબ વિસ્તૃત અને આધારભૂત સામગ્રી આ ગ્રંથમાંથી મળે છે. જેના સ્વાધ્યાયથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, જિન-વાણીને પ્રતિ શ્રદ્ધા સુદઢ થાય છે અને હૃદય પાપ વૃત્તિઓથી વિરક્ત થવા માંડે છે.
1
1
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org