________________
શ્રુતાચાર્યા મુક્તિપ્રભાજી અને તેમની વિદ્વાનું સુશિષ્યાઓએ સારો સહકાર આપ્યો. મૂળપાઠનું સંકલન કરવું, ભાષાંતર કરવું, પ્રેસ કૉપી તૈયાર કરવી, આ બધા માટે તેમનો અમૂલ્ય સમય આપ્યો.
આ કાર્ય ઘણું કપરું છે, ચોકસાઈ રાખવા છતાં પણ કોઈ અંશ છૂટી ગયો હશે. વળી ગુજરાતી ભાષાનો મારો સારો અભ્યાસ નથી જેથી હિંદી શબ્દોનો પ્રયોગ થઈ ગયો હશે તો પાઠક સ્વબુદ્ધિથી એને સુધારી લે અને અમને સૂચિત કરે જેથી બીજા સંસ્કરણમાં સંશોધન થઈ શકે.
મૂળપાઠ અને ભાષાંતરમાં શંકાનિવારણ માટે પર્યાપ્ત રૂપથી આગમ ગ્રંથો તેમજ શબ્દકોષ વગેરે જોવાની ઘણી જ આવશ્યકતા પડે છે પરંતુ ઉપલબ્ધ ન થવાના કારણે પાઠ શુદ્ધ ન થઈ શક્યા. બધા સંઘોને આગમ ગ્રંથો પુસ્તકાલયોમાં (લાયબ્રેરીઓ) વસાવવા જ જોઈએ જેથી આગમોના સ્વાધ્યાયનો પ્રચાર થાય.
શ્રી જયંતિભાઈ સંઘવી જે અનુયોગ ટ્રસ્ટના મંત્રી છે. જૈફ ઉંમરના અને નાદુરસ્ત તબિયત હોવા છતાં આ કાર્યમાં ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વળી શ્રી નવનીતભાઈ, શ્રી બચુભાઈ વગેરેના આગ્રહપૂર્ણ સૂચનનિર્દેશથી આ કાર્ય સંતોષજનક પાર પડી શક્યું છે.
મહાવીર કેન્દ્રના વ્યવસ્થાપક શ્રી માંગીલાલ શર્માએ ત્યાંથી સમય કાઢી પ્રેસ સંબંધી ગોઠવણ કરવામાં અને પૂફ તપાસવામાં સારો સમય આપ્યો છે.
પ્રેસવાળા શ્રી દિવ્યાંગભાઈનો પણ સારો સહકાર સાંપડ્યો જેથી આ કાર્ય ઝડપથી પાર પડ્યું.
લિંબડી અજરામર સંપ્રદાયના કુશળ કાર્યદક્ષ શ્રી ભાસ્કરમુનિજીએ પણ આ કાર્ય આગળ વારવાની સારી પ્રેરણા આપી અને ગોંડલ સંપ્રદાયના યુવા પ્રણેતા શ્રી ધીરજમુનિજીએ લાઈબ્રેરીઓમાં સેટ વસાવવા માટે સારી પ્રેરણા આપી. આવી રીતે સૌ સહકાર આપે તો આ ગ્રંથો ઠેકઠેકાણે પહોંચી જાય અને તેનો સદુપયોગ થાય.
પૂજ્ય ગુરુદેવના શ્રદ્ધાળુઓ અને શ્રુતના અનુરાગીઓને ખાસ ભલામણ કરું છું કે આ ગ્રંથો દેશ-વિદેશની લાઈબ્રેરીઓમાં મોકલે, જેથી આ અનુયોગનો લાભ જિજ્ઞાસુઓ લઈ શકે. લખવાનું અને છપાવાનું કાર્ય થઈ ગયું હવે મુખ્ય કાર્ય રહ્યું પ્રચાર અને પ્રસારનું.
બધા નામી-અનામી વ્યક્તિઓનો ઘણો જ આભાર માનું છું. ભવિષ્યમાં પણ સારો સહકાર મળતો રહે એ જ અભ્યર્થના.
ખાર : રામનવમી ૨૦૬૦
- વિનયમુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org