________________
અહેમુ શ્રી કમલગુરુભ્યો નમઃ
સંયોજકીય
પૂજ્ય ગુરુદેવશ્રીએ જે વિશાળ કાર્ય ઉપાડ્યું હતું તે એમની ભાવનાને અનુરુપ હિન્દીમાં ૮ ભાગ અને ગુજરાતીમાં ૧૧ ભાગો દ્વારા પૂર્ણ થવા આવી રહ્યો છે. સન્ ૮૨ના જાન્યુઆરીમાં જ્યારે જૈન ક્લીનીક - કાંદાવાડી મુંબઈમાં મોટા ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા ત્યારે મને સૂચન કર્યું કે મારું અનુયોગનું કાર્ય પૂર્ણ કરવાનું છે.” અમારા પુણ્યોદયે ૧૮ વર્ષ એમના સાનિધ્યમાં કાર્ય થયું અને ૧૪ ભાગ એમના નિર્દેશ અનુસાર સંપાદિત થઈ છપાઈ ગયા અને શેષ કામ મને સોંપી ગયા. એમના આશીર્વાદથી બે વર્ષના અલ્પકાળ માં ચાર ભાગ છપાઈ ગયા. દ્રવ્યાનુયોગનો આ ત્રીજો ભાગ પ્રકાશિત થતા મને ઘણી ખુશી થાય છે.
આજે પૂજ્ય આચાર્ય શ્રી કાશીરામજી મ.ના સ્મારક અહિંસા ભવન ખારમાં દ્રવ્યાનુયોગના બીજા ભાગનું વિમોચન પૂજ્ય ઉપાધ્યાયશ્રીજીની ૯૨મી જન્મજયંતી પ્રસંગે થઈ રહ્યું છે અને ત્રીજા ભાગનું પ્રથમ પૂફ રીડીંગનું કાર્ય પણ પૂર્ણ થઈ રહ્યું છે. આ બધી પ્રાપ્તિ મહાપુરૂષોની કૃપાનું ફળ છે.
સન્ ૧૯૭૯માં આ ભવનમાં ગુરુદેવ સાથે ચોમાસું થયું, ત્યારે લાલા શાદીલાલજી, હરીશજી, સુદર્શનજી, રાજકુમારજી, સુખલાલજી, રતનલાલજી વગેરેની સાથે અનુયોગ ટ્રસ્ટની આના પ્રકાશન માટે મીટીંગ થઈ. ત્યારે લાલા શાદીલાલજીએ સૂચન કર્યું કે દરેક ગ્રંથમાં એક બાજુ મૂળપાઠ ને બીજી બાજુ અનુવાદ છાપવો જોઈએ તો જ આ ગ્રંથો ઉપયોગી થઈ શકશે. પહેલા ટ્રસ્ટ મૂળ અને અનુવાદ જુદા-જુદા છાપવાનો વિચાર કર્યો અને એના ફળસ્વરૂપ ધર્મકથાનુયોગ ગ્રંથનો મૂળપાઠ અને અનુવાદ જુદો છપાવ્યો અને પાઠકોને આપવામાં આવ્યો તો પાઠકોએ મૂળપાઠનો ગ્રંથ પાછો આપવા માંડ્યા. કાં તો રદીમાં નાખવા લાગ્યાં, કારણ કે મૂળપાઠમાં એટલી રૂચિ ન હતી. આજે એ પ્રતીત થાય છે કે ધર્મપ્રિય શ્રાવકોની કેટલી સૂઝબૂઝ હતી. મૂળપાઠ સાથેના હિન્દી-ગુજરાતી અનુવાદ પાઠકોને ખૂબ જ ઉપયોગી થયા. એના વાંચનથી ભાષાનું જ્ઞાન પણ થઈ જાય છે અને મૂળપાઠ વાંચવાનો લાભ પણ મળે છે. અમે છપાઈ વખતે પૂર્ણ ચોકસાઈ રાખી છે કે મૂળના પાઠની સામે જ હિંદી કે ગુજરાતી ભાષાંતર છપાય.
મહાસતીજીશ્રી મુક્તિપ્રભાજી, શ્રી દર્શનપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી, ડૉ. અનુપમાજીને કેમ ભૂલાય. તેઓ સન્ ૭૯માં ઘાટકોપરમાં મળ્યા, ત્યારથી આ કાર્યમાં સારો એવો સહકાર આપ્યો અને મને આ કાર્યમાં શામેલ કર્યો. એમની પાસે જ્યારે આ વર્ષે કુ. જિનશાનો દિક્ષાનો પ્રસંગ આવ્યો ત્યારે એમના તરફથી પાઠ ભણાવવા માટે અર્થાત્ દીક્ષા આપવા માટે આગ્રહભરી વિનંતી આવી તેથી અમારું મુંબઈમાં આગમન થયું ને ચાતુર્માસ ભૂમિ ખારમાં આવ્યા. અશુભ કર્મોના ઉદયે સરલ સ્વભાવી સંજયમુનિ મહાત્માજી' પડી ગયા ને અસ્થિભંગ થયા. આ બાજુ મારા સાથી મુનિ કુશળ વક્તા ગૌતમમુનિને આંખનું ઓપરેશન કરાવવું પડ્યું. જેથી ૫૦ દિવસ અહિંસા ભવનમાં રોકાવું પડ્યું એમની સેવા સાથે આ કાર્ય માટે ઘણો સમય મળ્યો તેથી ટૂંક સમયમાં
આ ભાગ પૂર્ણ થઈ શક્યો. અન્યથા વિહારમાં આ કાર્ય સંપન્ન ન થાત. નવદીક્ષિતા સાધ્વી જિનેશ્વરાજી પણ * છેલ્લા-છેલ્લા અનુવાદમાં સહભાગી થયા. મહાવીર શર્માએ પણ ભારે જહેમત ઉઠાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org