Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 8
________________ બે બોલ મુનિશ્રી સંતબાલજીને તમો સૌ જાણે છે. તેઓ એક ક્રાન્તિકારી જૈન સાધુ છે. તેઓ આત્મસાધનામાં મગ્ન રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અહોનિશ આપતા રહે છે. તેઓશ્રી માને છે કે હવે માત્ર ઉપદેશથી કામ નહીં ચાલે પણ જે સમાજ-જીવન ચૂંથાઈ ગયું છે; ડગલે ને પગલે અશાન્તિ દેખાય છે તેના નિરાકરણ માટે સાધુસંતોએ સક્રિય માર્ગદર્શન આપવું જોઈશે. આ તે જ બની શકે જે સાધુસાધ્વીઓ પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહને મોહ છોડે અને સાંપ્રદાયિકતામાંથી મુક્ત બની, સર્વધર્મનો અભ્યાસ કરે. આમ કરવાથી આપોઆ૫ ગ્રામજનતાનો અને આમજનતાને સંપર્ક આવી જશે. આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ્રશ્નો લેવાથી સમાજ વ્યવસ્થા પૂર્ણ નહીં બને. જે ધર્મમય સમાજરચના ઊભી કરવી હશે તે માનવજીવનમાં ઊભા થતા સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોને સર્વાગી વિચાર કરવો પડશે. અને અમલ પણ સંસ્થાદાર જનતા વાટે કરવો પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતું, એટલે જ ભારતની સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ બની છે, અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ઘરના ધર્મની ચકી સ્ત્રીઓ કરતી એટલે કુટુંબ સ્નેહસભર અને પવિત્ર રહેતું. સમાજની ચોકી બ્રાહ્મણે કરતા, તેઓ કયાંય વ્યસન, અપ્રમાણિતા કે ગેરરીતિઓ પેસી ન જાય તેને માટે સતત ક્રિયાશીલ રહેતા; તેથી દેશ નીતિસભર રહેતો. અને અંતે આખા દેશમાં પરિભ્રમણ કરી સંસ્કૃતિની ચકી અખંડપણે કર્યા કરતા હતા. રાજ્ય પણ સંતો, બ્રાહ્મણોને આધીન રહીને ચાલતું. આ બધાના કારણે સમાજ શાતિથી જીવતો. અને અધ્યાત્મલક્ષી રહી શકત; કોઈ જાલીમ દુષ્ટ કૃત્ય કરનાર નીકળતો તે રાજ્ય તેને યોગ્ય નશ્યત કરતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક થવા લાગ્યાં છે. વિજ્ઞાને દોટ મૂકી છે. એટલે મહારાજશ્રી એ જ પુરાણ સંસ્કૃતિને નજરમાં રાખી, યુગાનુરૂપ નવી ઢબે સમાજ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 280