Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna Author(s): Santbal Publisher: Mahavir Saitya Prakashan Mandir View full book textPage 6
________________ મેટા શહેરની કેમેલિટન હોટલમાં બધાયે ધર્મવાળાઓ આવે છે અને હવે એ ભેદભાવ જણાતું નથી ધાર્મિક વિધિ વિધાને, ખાનપાનનાં બંધનો કે ભૌતિક મર્યાદાઓ જરૂર ધર્મના નામે ઘડાય છે, પણ તે કેટલી પોલી છે તે આ ઉપરથી સમજાશે! પણ ધર્મનો પ્રાણ છે માનવજીવન-જગતજીવનને સુસંબંધ. એ સંબંધ જાળવી શકે તેને જ ધર્મ કહી શકાય! વેર-વિરોધ કે ભેદભાવ પેદા કરાવે એ ધર્મ ન હોઈ શકે! અને, આજે જ્યારે જગતમાં રકેટ યુગ વિજ્ઞાને આપે છે, ત્યારે ભૌતિકવાદની પ્રચૂરતામાં આજે ધમેં ઘણું સ્પષ્ટ અને સાફ થવાનું છે. ઈતિહાસ ભૂગોળ, દંતકથાઓ, ખાન-પાન અને રહન સહનના આચાર વિચારો બધાથી દૂર તેણે અધ્યાત્મવાદના શુદ્ધ સ્વરૂપે પ્રગટવાનું છે. જે સર્વધર્મ સમન્વય પાછળ આ ભાવના નહીં હોય તો આજના કહેવાતા ધર્મો માટે તો મોટું જોખમ ઊભું છે. સામ્યવા દે રશિયા અને ચીનમાં જે કંઈ કર્યું છે તેનાથી ધડે લેવા જે છે એટલું જ નહીં વૈજ્ઞાનિક પ્રગતિમાં વિનાશ અને વિલાસના સાધને એવા વધી રહ્યાં છે કે તે તરફથી માનવને પાછો વાળવો મુશ્કેલ છે. આ સમયે ધમેં તેના ખરા શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવાનું છે. અને તે માટે સર્વધર્મ સમન્વયની વ્યાસપીઠ ઉપર ધર્મગુરુઓએ મળીને ઘણું સંશોધન કરવાનું છે. વિજ્ઞાનયુગની મોટી વિશેષતા એ છે કે લોકો તર્ક અને શ્રદ્ધાથી કોઈ વાત માનતા નથી; પણ તેમને સત્ય અને હકીકત જોઈએ છે. ધર્મ તે આપવાની છે. સર્વધર્મ સમન્વય કે ઉપાસના જે એ દિશામાં નહીં થાય તે તેનું મૂલ્યાંકન નહીં થાય. પ્રસ્તુત વ્યાખ્યાનમાળામાં આ અંગે બે વસ્તુઓ બહુ જ સુંદર રીતે પૂ. મુનિશ્રી સંતબાલજીએ સમજાવી છે. એક તો ધર્મના નામે વેર-વિરોધ કરતાં પહેલાં તેના તત્વને સમજવું; અને દરેક ધર્મની ઉપયોગિતા તે સમયને સમજીને સ્વીકારવી. આ બે બાબતે ઘણી અગત્યની છે અને તેના જ આધારે સર્વધર્મ સમન્વયના પાયા ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 280