Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna Author(s): Santbal Publisher: Mahavir Saitya Prakashan Mandir View full book textPage 4
________________ ' તેણે તે દિવસે શાક બનાવ્યું અને અમે ત્રણે સાથે જમ્યા. મને કંઈક અવનવું કરતે હેઉં એમ લાગતું હતું કારણ કે નાનપણથી મુસલમાનનું પાણી ન પીવાય એ સંસ્કારે મગજમાંથી ખસતા નહતા. એ અરસામાં એકવાર હેરિસ સાથે મારે અજમેર જવાનું થયું. તેના જ સંબંધીના ઘરે ઊતર્યો. તેઓ ઘરમાં હિંદી જ બોલતા. એટલું ખરું કે મરઘાં પાળતા. જમવાના સમયે તેણે મને સાથે બેસાડો. ના ન પાડી શકો, પણ સંકોચપૂર્વક જમણ પૂરું થયું. તે ઉમ્મર સુધી કાંદા-લસણની વાસથી કંઈક થતું અને તેને ત્યાં જે કે જમણ શાકાહારી હતું પણ લસણથી વઘારેલું હોઈને મને શક હતો કે એણે મને કંઈક બીજુ ખવડાવી દીધું હશે. મન કંઈક ભારે હતું ત્યાં હેરિસ હસતો હસતો સામે આવ્યો એટલે મનમાં વધુ ફાળ પડી. ત્યાં તેણે કહ્યું: “તારે ડરવાની જરૂર નથી. તે કંઈ બીજું ખાધું નથી–પણ શાકાહાર જ કર્યો હતો. મિત્રની સાથે હું એવું કરતો નથી.” આ બે પ્રસંગ છતાં હું મારા બીજા મિત્રો સાથે હરી ફરી શકતા હો એથી મન કંઈક હલકું રહેતું. ૪૩માં દિલ્હી જવાનું થયું. ત્યારે હજુ હિંદુ-પાણુ અને મુસ્લિમ-- પાણી એમ અલગ માટલાં બ્રિટીશ સરકાર સ્ટેશને ઉપર રાખતી જ હતી. મૌલવી સાહેબને ત્યાં પાણી પીને એ ખોટા ભેદો છે એમ તો સ્થિર થઈ ચૂક્યું હતું. દિલ્હીમાં મારા મગજની હિંદુ અંગેની એક ક૯પનાને વધુ ધકકો લાગે. જ્યાં હું રહેતો, તેની બહાર એક શીખની હોટલ હતી. નાસ્તા કરવા હું ત્યાં ગયો. કંઈક “કુરમા” જેવું બનાવેલું હતું. મેં પૂછયું “એ શું છે ?” સાહેબ! કુરમા છે!” છતાં કંઈક વહેમ જતાં મેં પૂછયું: “છે તે હિંદુને ખાવા લાયક ને ?” બિલકુલ સાહેબ! એ “હલાલી” નથી “ટકા” છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 280