Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna Author(s): Santbal Publisher: Mahavir Saitya Prakashan Mandir View full book textPage 2
________________ ધસતી ભીતે અને નવું ચણતર સંપાદકીય] બહુ જ નાનો હતો ત્યારે રંગૂનમાં મને ખ્યાલ છે કે અમારા મા-બાપે અમને એકવાર સ્કૂલે નહેતા મોકલ્યાં. તેના બે કારણે હતાં: એક તે ત્યાં બમ–મુસ્લિમ હુલ્લડ ફાટી નીકળ્યું હતું અને બીજું એ કે અમુક સાધુબાવાઓ આવ્યા છે. તેઓ છોકરાઓને ઉપાડી જાય છે. તે વખતે જૈનશાળા રંગૂનમાં ચાલતી. નિનાજો જ્યાં અમે રહેતા ત્યાં પણ હતી ત્યાં ધર્મને અભ્યાસ કરાવાતું અને સ્થાનકવાસી દેરાવાસી બન્ને પ્રકારની સામાયિકના પાઠ શીખી લીધેલા. બહુ જ નાની ઉમ્મર એટલે કે નવેક વર્ષની ઉમ્મરે પ્રતિક્રમણ સાથે, નવતત્વ છકાયના બેલ, રત્નાકર પચ્ચીશી અને ભક્તામર હું કડકડાટ વાલી જતા. આ ધાર્મિક સંસ્કાર સાથે ત્યાં બીજા બે સંસ્કારે મગજમાં પડયા હતા. તે એ કે મુસલમાનના ઘરનું પાણી ન પીવાય; જે કે મે જ મુસ્લિમ એલિયા (મલબારી) લોકોની દુકાનેથી અમે પીપર ગેરે ખરીદતા. બમ લોકોનું પણ ન ખવાય. પણ ઘરમાં બધું શાક એમની પાસેથી જ ખરીદાઈને આવતું. આ તે અમારો એ લોકો સાથે વહેવાર હતું. ત્યારે અમે જે ભાટિયાની વાડીમાં રહેતા ત્યાં રહેતા ભાટિયાબ્રાહ્મણ કુટુંબો પણ અમારા ઘરનું ખાવા-પીવામાં આભડછેટ માનતા. અમારું એક પ્રેમી કુટુંબ છાનુંમાનું અમારી સાથે પ્રેમભાવ રાખતું તો એની ટીકા કરતા. આ બધું ધર્મના નામે થતું. રંગૂન મૂકીને કચ્છ જવાનું થયું. ત્યાં મારા ધર્મ અભ્યાસના કારણે અમારા સાંપ્રદાયિક સંધમાં બધા મને કંઈક માનથી જોતા. તેની વચ્ચે એક દિવસે મને મહારાજસાહેબે સમકિત અપાવ્યું, કે પિતાના સંપ્રદાયના સાધુને જ માનવા વ. મારે ફરી ત્રીજી સામાયિક અને બીજુ પ્રતિક્રમણ (આઠ કેટિનું) શીખવું પડ્યું. દેશમાં અમારો જ સમૂદાય હેઈને તેમજ ટૂંક વસવાટ હાઈને ઘરવાળા જે માને તે ખરું એમ મારા મનમાં હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 280