Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna Author(s): Santbal Publisher: Mahavir Saitya Prakashan Mandir View full book textPage 3
________________ ત્યારબાદ ગુરુકુળમાં ખ્યાવર ખાતે જવાનું થયું. અહીં વળી મારે ત્રીજું પ્રતિક્રમણ (મારવાડી) શીખવું પડ્યું. તે વખતે રાષ્ટ્રીય આઝાદીની ચળવળને જમાનો હતો એટલે જેટલા રાષ્ટ્રીય સંસ્કાર પડી શકે તેટલા તે વખતે મગજ ઉપર પડયા. સાંપ્રદાયિકતા ગુરુકુળમાં ન હતી એટલે સ્થાનકવાસી બધા સંપ્રદાયના સાધુઓનાં દર્શન કરવા તે જતા; દેરાવાસી સાધુઓને અને એકાદવાર દિગંબર ને શ્રાયમાં પણ અમને લઈ ગએલા. રાષ્ટ્રીય નેતાઓ જયનારાયણ વ્યાસ તેમજ રાજસ્થાનના ઘણું કાર્યકર્તાઓ ત્યાં પડ્યા પાથર્યા રહેતા. ઘણીવાર સી. આઈ. ડી. ખાતું પણ મુલાકાતે આવતું. આ બધાની એક વિચિત્ર છાપ મારા મગજ ઉપર પડી હતી. અભ્યાસના છેલ્લા દિવસમાં બે પ્રસંગો બન્યા. એક તો કોલેજના ઇન્ટરના ફાઈનલ વર્ષમાં હું, હેરિસ તેમજ હનીફ વાંચવા માટે અમારા મૌલવી સાહેબને ત્યાં જતા. હું જૈન-હિંદુ હતે. હેરિસ ક્રિશ્ચિયન હતા અને હનીફ મુસલમાન હતો. હનીફ મૌલવી સાહેબને ત્યાં રહેતો. ઘણીવાર ત્યાં બેડું થઈ જતું એટલે હું જમ્યા વગરને બેસી રહે, અને હનીફને તેની બડી-બી (આયા) ખાવાનું રાંધીને ખવડાવતી. ખાધા વગર આમ ઘણા દિવસે જતા. એકવાર હનીફે મને કહ્યું કે હું ખાઉં અને તું ખાધા વગર રહે એ મને ગમતું નથી. કદાચ તને એમ હશે કે અહીં ખાઈશ તે વટલાઈ જઈશ.” ના એવું તે કંઈ નથી” મારા વિચારે ઘણું જ રાષ્ટ્રીય ગણતા છતાં જૂને સંસ્કાર દમ ભારત. હનીફે તેના ઉપર જ ઘા કરવા જેવું કહ્યું: “તમે બધા પિકળ વિચારના રાષ્ટ્રીય મગજવાળા છે. ...ખાવામાં જ્યાં એકતા નથી લાવતા ત્યાં અન્ય સ્થળે કેવી રીતે વી શકવાના ?” મેં એને માંસાહાર સંબંધી મારી મુંઝવણ ચેખી કરીઃ “મને ખાવામાં તે બાધ નથી, પણ મને ભેળસેળ પસંદ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 280