________________ चित्रसेन चरित्रम् IR6RI : मित्रानन्दादि कथा LLCLCLCLCLCLCLCLLELSE45 परं येनेद्दशी कूट-रचना विहितास्ति वै / पश्यामि तमहं दृष्टये-त्यालोच्यासौ तयोदिता // 907 // પરંતુ જેને આવી પટની રચના ગોઠવી છે. તેને હું નજરથી જોઉં એમ વિચારીને તે બોલી. (907) गवाक्षेणामुना सोऽद्या-नेतव्यः पुरुषस्त्वया। मम प्रियस्य सन्देश-लेखयुक्तो महामते // 908 // હે બુદ્ધિશાળી સખિ ! મારા પ્રિયના કાગળ સાથે તે પુરૂષને તારે આજે આ ગોખથી અહીં લાવવો. (908). अथागत्य स्वगेहे सा कुट्टिनी हर्षपूरिता / तदुक्तं कथयामास मित्रानन्दस्य धीमतः // 909 // હવે હર્ષથી ભરાઈ ગયેલી તે વેશ્યાપુત્રી ઘરે આવીને તેણીએ કહેલું બુદ્ધિશાળી મિત્રાનંદને કહ્યું. (09) निनाय निशितं साथ राजमन्दिरसन्निधौ। प्राकारसप्तं दुर्लध्य-मिदं तस्मै शशंस च // 910 // હવે તે વેશ્યાપત્રી તે મિત્રાનંદને રાજમહેલ પાસે લઈ ગઈ. અને આ સાત કિલ્લાઓ ઓળંગવા અઘરા છે એમ કહ્યું. (10) कन्यावासगृहं पृष्ट्वा मित्रोऽथ विससर्ज तां / स्वयं कपिरिवोत्पत्य प्राविशच्च नृपालये // 911 // રાજકન્યાનું વાસભુવન પૂછીને તે વેશ્યાપુત્રીને મિત્રાનંદે વિસર્જન કરી. અને તે પોતે વાંદરાંની જેમ કૂદીને રાજમહેલમાં ગયો. (911) प्राकारोल्लङ्घनं तं च कुर्वन्तं वीक्ष्य कुट्टिनी / महावीरोऽयमित्यन्त-या॑यन्ती सा गृहं ययौ // 912 // વેશ્યા તેને કિલ્લાઓનું ઉલ્લંઘન કરતો જોઈને આ માણસ અત્યંત બળવાન છે એમ વિચારતી પોતાના ઘેર ગઈ. (12) LLSLLLLSLSLSLSLSLSLS5545 PAC Gunratnasuri MS Jun Gun Aaradhak