Book Title: Bruhat Kshetra Samas Part 01
Author(s): Nityanandvijay
Publisher: Tarachand Ambalal Sha

View full book text
Previous | Next

Page 10
________________ • 3 , A ( વનશિક્ષા પ્રાપ્ત કરી છે, અને પરિણામે આ જીવન સ્વાધ્યાય, તપ, ત્યાગાદિથી ઓતપ્રોત બનાવેલ છે. સંવત ૨૦૩૩ની સાલમાં અધેરીમાં વર્ધમાન તપની સોમી ઓળીની પૂર્ણાહૂતિ કરેલ છે. તેમજ મા ખમણ, વાસસ્થાનક, જ્ઞાનપાંચમ, ચોમાસી આદિ અનેક અઠ્ઠાઈઓ તથા બીજા ઘણું તપ કરવા સાથે અનેક ઉપયોગી ગ્રંથનું સંપાદન વગેરે કરેલ છે. તપની સાથે સ્વાધ્યાયને સુમેળ કરી આ મહાત્માએ અત્યંત પરિશ્રમ વેઠીને તૈયાર કરેલ આ ગ્રંથના પ્રકાશનનો લાભ આપવા માટે અમે તેમના અત્યંત ત્રાણ છીએ. પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ . આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ્રવચનપ્રભાવક, વર્ધમાન તનિધિ ન્યાયશાસ્ત્ર વિશારદ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન સમતાસાગર સ્વ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી પદ્યવિજયજી ગણિવરશ્રીના વિદ્વાન શિષ્ય પૂજ્ય મુનિવર શ્રી હેમચંદ્ર વિજયજી મહારાજ(અમારા સંસારી બંધુ)ના સદુપદેશથી અમારા પિતાશ્રી સ્વ. અંબાલાલ રતનચંદના સ્મરણાર્થે અમારા માતુશ્રી મૂળીબહેને સાત ક્ષેત્રની ભક્તિ તથા અનુકંપાદિ સુકૃતોને લાભ મળે તે માટે “સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક દ્રસ્ટની સ્થાપના કરેલ છે અને શા. અંબાલાલ રતનચંદભાઈના પરિવાર તરફથી શ્રત પ્રકાશન માટે રૂ. ૨૫૦૦૧ (પચીસ હજાર એક રૂપિયા) ટ્રસ્ટને પ્રાપ્ત થયેલ છે. તથા અમારા સંસારી બહેન પૂ.સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ, તારાચંદભાઈની સુપુત્રી પૂ. સાધ્વીજી શ્રી દિવ્યયશાશ્રીજી મહારાજ તથા પૂજ્ય મુનિરાજ શ્રી હેમચંદ્ર વિજયજી મહારાજના સંસારી અવસ્થામાં સગાઈ કરેલ પૂ. સાધ્વીજી શ્રી યંપ્રભાશ્રીજી મહારાજ આદિની પ્રેરણાના યોગે અમારી ધર્મભાવના દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી ગઈ, જેના પરિણામે સંવત ૨૦૩૩ના વૈસાખ સુદ ૭ના મંગલ દિવસે વાલકેશ્વર-બણગંગા મુકામે વિમલ સોસાયટીમાં એક નાનકડા ઘર-દેરાસરની સ્થાપનાના લાભ અમને મળ્યા જેમાં બિરાજમાન શ્રી વિમલનાથ સ્વામી આદિ જિનબિંબના દર્શન-પૂજન-વંદનને લાભ આજુબાજુના અનેક સાધર્મિક બંધુઓ લઈ રહ્યા છે. ત્યાર પછી ચાલુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 510