Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 17
________________ ઇન્દ્રિયોની સરખામણીમાં ચક્ષુનું સ્થાન સત્યની અને સમત્વની નજીક વધારેમાં વધારે છે, એમ ઉપનિષદ સૂચવે છે. તેથી જ અન્ય ઈન્દ્રિયજન્ય જ્ઞાન કરતાં નેત્રજન્ય જ્ઞાન, જે દર્શન તરીકે જાણીતું છે, તેનું સ્થાન ઉત્કૃષ્ટ છે. વ્યવહારમાં દર્શનને મહિમા હેવાથી જ સાક્ષી શબ્દનો અર્થ પણ સાક્ષાત્ દ્રષ્ટા એ જ વયાકરણએ કર્યો છે.' વ્યાવહારિક અને સ્થળ જીવનમાં દર્શન એ સત્યની નજીક વધારેમાં વધારે હોવાથી તે જ દર્શન શબ્દ અધ્યાત્મજ્ઞાનના અર્થમાં વપરાયે. ત્રાષિ, કવિ યા ગીઓએ આત્મા-પરમાત્મા જેવી અતીન્દ્રિય વસ્તુઓને સાક્ષાત્કાર કર્યો હોય, અર્થાત્ જેમને એવી વસ્તુઓની બાબતમાં અક્ષેત્ય ને અસંદિગ્ધ પ્રતીતિ થઈ હોય તેઓ દ્રષ્ટા તરીકે ઓળખાય છે. આધ્યાત્મિક પદાર્થોનું તેમનું સાક્ષાત્ આકલન એ સત્યસ્પશી હોઈ દર્શન કહેવાય છે. આ રીતે અધ્યાત્મવિદ્યાના અર્થમાં પ્રચલિત દર્શન શબ્દને ફલિતાર્થ એ થયો કે આત્મા, પરમાત્મા આદિ ઈન્દ્રિયાતીત છે. દર્શન એ જ્ઞાનશુદ્ધિની અને તેની સત્યતાની પરાકાષ્ઠા છે. દર્શન એટલે જ્ઞાનશુદ્ધિને પરિપાક. આ રીતે આપણે જોયું કે અધ્યાત્મવિદ્યાના અર્થમાં રૂઢ થયેલ દર્શન શબ્દને અસલી–મૂળ શે ભાવ છે. किं पुनस्तत्सत्यमित्युच्यते-चक्षुवै सत्यम् । कथं चक्षुः सत्यमित्याह-प्रसिद्धमेतच्चक्षुर्हि वै सत्यम् । कथं प्रसिद्धतेत्याह-तस्मात्-यद्यदीदानीमेव द्वो विवदमानौ विरुद्ध वदमानावेयातामागच्छेयातामहमदर्श दृष्टवानस्मीत्यन्य आहाहमश्रौषं त्वयादृष्टं न तथा तद्व स्त्विति । तयोर्य एवं बूयादहमद्राक्षमिति, तस्मा एव श्रद्दध्याम । न पुनर्यो ब्रूयादहमश्रौषमिति । श्रोतुर्मषा श्रवणमपि संभवति । न तु चक्षुषो मृषा दर्शनम् । तस्मान्नाश्रोषमित्युक्तवते श्रद्दध्याम । तस्मात्सत्यप्रतिपत्तिहेतुत्वात्सत्यं चक्षुः । बृहदारण्यकोपनिषद्, शांकरभाष्य. ५.१४.४, चक्षुवै प्रतिष्ठा। चक्षुषा हि समे च दुर्गे प्रतितिष्ठति... यद्येवमुच्यता काऽसो प्रतिष्ठा । चक्षुर्वै प्रतिष्ठा । कथं चक्षुषः प्रतिष्ठात्वमित्याह-चक्षुषा हि सभे च दुर्गे च दृष्टा प्रतितिष्ठति ।" बृहदारण्यकोपनिषद् , शांकरभाष्य. ६.१.३. ૧. “સાક્ષાત્ દ્રષ્ટા” સાક્ષાતો દ્રચરિમાઈ રૂન નાનિ ચતુ. સાક્ષી ! સિદ્ધહેમ (રઘુવૃત્તિ). .૧.૧૧. આ વસ્તુ સભાપર્વગત ધૃતપર્વમાં વિદુર સભા સમક્ષ એક પ્રાચીન સંવાદ વર્ણવતાં બહુ સુંદર રીતે રજૂ કરી છેઃ સમસનાત સાઠ્ય ત્રવાતિ ધરyત . તમત્સલ્ય વન્સાક્ષી ધમાં ન રીતે . (૨. ૬૧. ૬.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116