Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 72
________________ અસ્તિત્વના અથ એ છે કે સત્તત્ત્વ પરિવર્તિષ્ણુ હોય છે, છતાં તેનુ વ્યકિતત્વ એક અને અખંડ જ રહે છે. આ બન્ને વિચારધારાએ શાશ્વતવાદી છે. શશ્વને અથ છે નિરન્તર. જે, પરિવર્તન પામ્યા વિના કે પરિવર્તન પામવા છતાં, ત્રણે કાળમાં સ્થાયી અને શશ્વત્ રહે તે શાશ્ર્વત. આ બન્ને વિચારધારાએ પેાતપેાતાની દૃષ્ટિએ ચેતનતત્ત્વને પણ શાશ્વત માનતી, એટલે કે પેતપેાતાની દૃષ્ટિએ તે ચેતન યા આત્મતત્ત્વને એક અખંડ દ્રવ્ય માનતી. આ માન્યતાની સામે બુદ્ધને વિચાર અસ્તિત્વમાં આવ્યા. તેણે કહ્યું કે કેઈ તત્ત્વ યા સત્ત્વ એવું નથી કે જે કાળપ્રવાહમાં અખંડ યા. અમાધિત રહી શકે. પ્રત્યેક તત્ત્વ યા અસ્તિત્વ એના સ્વભાવથી જ કાળના આનન્ત નિયમ યા ક્રમનિયમને વશવર્તી છે. તેથી એવા એ ક્ષણા પણ નહિ હોઈ શકે કે જેમાં કેઈ એક સત્ તવસ્થ રહે. આ રીતે બુદ્ધે એક પ્રકારે વસ્તુના મૌલિક સ્વરૂપ યા સત્ત્વને જ કાળસ્વરૂપ માની લીધું. એટલે તેમણે શાશ્વતદ્રવ્યવાદના સ્થાનમાં ક્ષણિકવાદ યા ગુણસંઘાતવાદ અર્થાત્ ધર્મ સ ધાતવાદ સ્થાપ્યા. આ સ્થાપનામાં તેમણે અચેતનતત્ત્વ સાથે ચેતન યા આત્મતત્ત્વને પણ મૂકયું. આથી કરી જેએ શાશ્ર્વત આત્મવાદની માન્યતાથી પૂર્ણ પણે રંગાયેલા હતા તેમને સહજ રીતે જ એમ લાગ્યું કે બુદ્ધે તે આત્મતત્ત્વના ઇન્કાર જ કર્યાં. એમની એ માન્યતાએ બુદ્ધને નિરાત્મવાદી કહેવા પ્રેર્યા; અને બુદ્ધ નિરાત્મવાદી તરીકે સામાન્ય લેાકેામાં જાણીતા પણ થયા. પરંતુ બુદ્ધની દૃષ્ટિ સાધારણ ન હતી. તેમને જેમ શાશ્ર્વતવાદમાં કેઈ પ્રમળ યુકિત યા સમથૅ આધાર ન જણાયા તેમ તેમને ચેતન યા ચૈતન્યતત્ત્વના સવથા નિષેધમાં પણ કાઈ સમથ યુક્તિ ન જણાઈ. બુદ્ધ પોતે પુનર્જન્મવાદી હેાઈ કવાદ, પુરુષાવાદ અને આધ્યાત્મિક ઉત્ક્રાન્તિવાદના માત્ર સમર્થક જ નહિ પણ એના સ્વાનુભવી હતા. તેથી તેમણે લેાકાયતના ભૂતચૈતન્ય જેવા ઉચ્છેદવાદને પણ ન આવકાર્યાં, ન સત્કાર્યા. તેમણે પેાતાના મધ્યમમાગ માં જીવ, આત્મા યા ચેતનતત્ત્વને સ્વતંત્ર તત્ત્વરૂપે સ્થાન આપ્યું, પણ તે પેાતાની રીતે. આ વસ્તુને સહાનુભૂતિથી નહિ જોનાર ને નહિ જાણનાર પ્રતિપક્ષીએ તેમના વાદને નિરાત્મક વાદ કહે એ સ્વાભાવિક છે. પણ ખરી રીતે તે વાદ નિરાત્મ નથી.૧ આત્મતત્ત્વને પૂર્ણપણે સ્વતન્ત્ર રૂપે સ્વીકારનાર વિચારસરણીમાં એના સ્વરૂપપરત્વે પરસ્પર પ્રખળ મતભેદો ચાલ્યા આવે છે. એટલે ડાઈ એકબીજાને પેાતાથી વિરુદ્ધ મત ધરાવાને કારણે નિરાત્મવાદી નથી કહેતું. જેમ કે જૈન દર્શનને ૧. બુદ્ધના અનાત્મવાદ વિષે જુએ, ન્યાયાવતારવાર્તિકવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૬, ૧૫, ૧૮, ૧૯, ૨૧; ગણુધરવાદ, પ્રસ્તાવના. પૃ. ૮૨; તથા The Tibetan Book of the Dead, p. 225. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116