________________
મહેશ્વરનું સૃષ્ટિના કર્તા અને સ'હર્તા તરીકે વિસ્તૃત વન આવે છે. અને સાથે સાથે એમાં એ પણ સૂચિત છે કે તે મહેશ્વર પ્રાણીઓના શુભાશુભ કર્મને અનુસરી સર્જનસહાર કરે છે. વૈશેષિક દનમાં મહેશ્વરની કર્તા તરીકેની પ્રતિષ્ઠા પ્રશસ્તપાદથી થઈ હાય એવા સ’ભવ કલ્પી શકાય. વૈશેષિક દર્શનનું સમાનતંત્ર ન્યાયદર્શન છે. ન્યાયના સૂત્રકાર અક્ષપાદે પણ ઈશ્વરની ચર્ચા સક્ષેપમાં કરી છે. પણ એના ભાષ્યકાર વાત્સ્યાયને એ ચર્ચા વધારે વિશદ કરી છે. ભાષ્યના વ્યાખ્યાકારામાં ઉદ્યોતકર અને વાચસ્પતિ મિશ્રનુ સ્થાન બહુ અસાધારણ છે. એ બન્નેએ તા ઈશ્વરના સ્વતંત્ર વ્યક્તિત્વની અને તેના કર્તૃત્વની એવી પ્રબળ સ્થાપના કરી છે કે જાણે તે સવસાધારણ લેકમાં પ્રચલિત અને રૂઢ એવા કતૃત્વવાદને લગતી યુક્તિઓ-દલીલે નુ દાર્શનિક અને તાર્કિક પરિષ્કૃત રૂપ જ હાય.
વાસ્યાયને, ઉદ્યોતકરે અને વાચસ્પતિ મિત્રે ઈશ્વરને સૃષ્ટિના કર્તા અને નિયંતા તરીકે જ માત્ર નથી સ્થાપ્યા, પણ તેમણે મૂળ સૂત્રેા ઉપરથી જ એ સ્પષ્ટ કર્યું` છે કે ઈશ્વર જગતના સ્રષ્ટા છે, પણ તે જીવક સાપેક્ષ, નહિ કે નિરપેક્ષ, તેથી એમ કહી શકાય કે માહેશ્વરામાં જે ક સાપેક્ષ-કતૃત્વ અને કર્મનિરપેક્ષ-કતૃત્વના મતભેદ હતા, તે તેમની સામે કદાચ હાય અને તેમાંથી તેમણે કમ સાપેક્ષકતૃત્વવાદનું વધારે સબળપણે સ’ગત સમાઁન કર્યું.
૭૩
અહીં એક બીજી આખત પણ સરખાવવા જેવી છે. તે એ કે કેટલાક ચિન્તકે ઈશ્વરને કર્તા તરીકે માનતા, પણ તે તર્ક યા અનુમાનને ખળે મુખ્યપણે તેનું સ્થાપન કરતા; જ્યારે ખીજાઓ તેની સ્થાપનામાં મુખ્યપણે સ્વાભિપ્રેત આગમને જ આધાર લેતા અને કહેતા કે અનુમાનથી એ નિર્વિવાદ સ્થાપી ન શકાય; કેમ કે બીજા અનીશ્વરવાદીએ પણ પોતાના સમર્થ અનુમાનથી વિરોધ કરે ત્યારે ઇશ્વરસાધક અનુમાન સખળ નથી રહી શકતું. આ રીતે ઈશ્વરની કર્તા તરીકેની સ્થાપનામાં કોઇ અનુમાનના તા કાઈ આગમના મુખ્યપણે આશ્રય લેતા અને પછી વધારામાં ઇતર પ્રમાણના ઉપયાગ કરતા. નકુલીશ, પાશુપત અને શૈવેામાં આ જ મુદ્દા પરત્વે મતભેદ છે. તેમાંથી ન્યાયપરંપરા એ મુખ્યપણે ઈશ્વરના કતૃત્વસ્થાપનમાં અનુમાનાવલમ્બી રહી છે; એ વાત ઉદ્યોતકર અને વાચસ્પતિ બહુ સ્પષ્ટ કરે છે.
૧.
૨.
૧૦
प्रशस्तपादभाष्यगत सृष्टिसंहारप्रक्रिया |
ईश्वरः कारणं पुरुषकर्माफल्यदर्शनात् ॥ १९ ॥
न पुरुषकर्माभावे फलानिष्पत्तेः ॥ २० ॥ તત્ક્રાતિત્વા હેતુઃ ॥ ૨૧ ॥
Jain Education International
-- ન્યાયસૂત્ર. અ. ૪-૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org