________________
માન્યતા છે. અને તે ઈશ્વર પશુપતિ યા મહેશ્વર આદિ નામે વિશેષ જ્ઞાત છે. ત્યાં તે ઈશ્વરનું કર્તુત્વ માત્ર નિમિત્તકારણતા પૂરતું છે, તેમાં ઉપાદાનત્વને સ્પર્શ જ નથી. અને આપણે સર્વદર્શનસંગ્રહમાંના નકુલીશ, પાશુપત તથા શેવ દર્શનમાં જોઈએ છીએ કે તેમાં પણ પશુપતિ યા શિવને માત્ર નિમિત્તકારણરૂપે માનેલ છે. એટલે એમ કહી શકાય કે વેદાંતી છતાં જેમ મલ્વ ઇતર વેદાન્તી આચાર્યોથી જુદા પડી બ્રહ્મને માત્ર નિમિત્તકારણરૂપે વર્ણવે છે, તેમ શિવપરંપરામાં પણ બન્યું હોય. કેટલાક એવા પણ શિવાચાર્યું હશે કે જે પોતાની શૈવપરંપરા સાથે ઉપનિષદોને મેળ બેસાડતા. તેવા આચાર્યો સ્વાભાવિક રીતે જ ઉપનિષદગત બ્રહ્મને શેવ કહી તેમાં ઉપાદાન-નિમિત્તત્વ ઘટાવતા; તે બીજા તે વિચારથી જુદા પડી માત્ર નિમિત્તકારણરૂપ ઈશ્વર માનતા. શ્રીકંઠ વેદાંતપરંપરાને અનુસરી વધારે પ્રમાણમાં ઉપનિષદેને આશ્રય લે છે, તે ન્યાય-વૈશેષિક, નકુલીશ, પાશુપત, શૈવ આદિ કાં તે પ્રધાનપણે તર્કને આશ્રય લે છે અને કાં તે તેઓ બીજા પિતાના સ્વતંત્ર શિવાગામોને પ્રમાણ માની વર્તે છે.'
અહીં ખાસ નોંધવા જેવી એક બાબત એ છે કે શ્રીકંઠ શિવને બ્રહ્મરૂપે સ્થાપે છે ત્યારે તે કહે છે કે સૂકમ અચિત અને ચિતશક્તિયુક્ત બ્રહ્મ તે કારણુબ્રહ્મ છે અને સ્કૂલ યા દશ્યમાન અચિત-ચિત્ યુક્ત વિશ્વ તે કાર્યબ્રહ્મ છે. શ્રીકંઠનું આ કથન શ્રી રામાનુજાચાર્યની માન્યતાનું પ્રતિબિમ્બમાત્ર છે. રામાનુજે સૂક્ષ્મ અચિત્ અને ચિતને શરીર કહી એને બ્રહ્મનું કારણવસ્થરૂપ કહેલું છે, અને વ્યક્ત યા સ્કૂલ પ્રપંચને બ્રહ્મનું કાર્યાવસ્થરૂપ કહેલું છે. આ બન્ને અનુક્રમે શૈવ અને વૈષ્ણવ આચાર્યો પરિણામવાદી છતાં તે પરિણામને આધાર બ્રહ્મની શક્તિ છે એમ કહી બ્રહ્મને કૂટસ્થનિત્ય ચા અપરિણામી ઘટાવે છે. શ્રીકંઠ તે સ્પષ્ટ કહે છે કે પરિણામ એટલે વિકાર. જે પરિણામી હોય તે વિકારી હોય જ. એટલે બ્રહ્મને નિર્વિકાર રાખવા તે પરિણામને બ્રહ્મની શક્તિઓ ઉપર લાદે છે. બ્રહ્મમાં એવી શક્તિઓ અનેક છે. શ્રીવલ્લભાચાર્યને મત અવિકૃતપરિણામવાદ કહેવાય છે. તેનું રહસ્ય શ્રીકંઠના કથનમાં જ છે. શ્રીકંઠ પરિણામને વિકાર કહે તે ફલિત એ જ થાય કે પરિણમી બ્રહ્મ એ વિકારી છે. વલ્લભાચાર્ય બ્રહ્મપરિણામવાદી છે, એટલે એમના મત ઉપર વિકારી બ્રહ્મવાદને આરોપ કેઈ પણ સહેલાઈથી કરી શકે. સંભવ છે કે એવા આરેપથી મુક્ત રહેવા એમણે પિતાના વાદને અવિકૃતપરિણામવાદ કહ્યો હેય.
ઈશ્વર સંબંધી વિવિધ માન્યતાઓનો સાર
ઉપર જે ઈશ્વરતત્વની કાંઈક વિગતે ચર્ચા કરી છે તેને સારી નીચે પ્રમાણે છે –
૧. જુઓ, દાસગુપ્તા–ઉક્ત પુસ્તક, ભા. ૧, પૃ. ૬પથી; તથા શ્રીકંઠભાષ્ય ૧. ૧. ૨. ૨. જુઓ, શ્રીકંઠભાષ્ય ૧. ૧. પારાવાતિવારનામસ્ય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org