Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 105
________________ અહિંસાને જ સિદ્ધ કરે છે. જે અહિંસા માનવજીવનમાં સાકાર ન થાય તે એ બને ભાવનાઓ માત્ર શાબ્દિક બની રહે. પણ માનવજાતિએ એવા વીરે જન્માવ્યા છે, જેમણે અહિંસાને સાકાર કરી છે. ઉપનિષદોમાં સત્ , જીવ અને આત્માને જ્યારે બ્રહ્મરૂપે વર્ણવવામાં આવે છે ત્યારે એમાં બ્રહ્માંડની અભેદ-ભાવના ગુંજે છે; અને જ્યારે આત્માને દેહાદિથી પર તરીકે વર્ણવે છે ત્યારે આત્મૌપમ્યની દિશા સૂચવાય છે. અને બ્રહ્મ અને સમ એ બન્ને શબ્દો અહિંસા અને તેના અનુષંગી મૂળ વતેમાં એકાWક જ બની જાય છે. વ્યક્તિગત કે સામાજિક જીવનના દરેક ક્ષેત્રમાં અર્થાત્ આર્થિક, શૈક્ષણિક, રાજકારણ અને સામાજિક આદિમાં આત્મૌપમ્યમૂલક કે આત્માદમૂલક અહિંસાના સાચા વ્યવહારની આવશ્યકતા વધારેમાં વધારે આજે જ છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116