Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 104
________________ અધ્યાત્મવિદ્યાની ચર્ચા કરવી પ્રાપ્ત હતી. છતાં વ્યાખ્યાનોની એક મર્યાદા હોઈ મેં એ વિશે કાંઈ ચર્ચા કરી નથી. વળી, મેં અન્યત્ર “અધ્યાત્મવિચારણ” નામક વ્યાખ્યાનમાં એ વિશે યથામતિ ચર્ચા પણ કરી છે. દર્શનવિદ્યાને અંતિમ પ્રશ્ન તો આત્મતત્ત્વ ને પરમાત્મતત્વની વિચારણા, એ છે. આ વિચારણા અનેક યુગો થયાં અનેક વ્યક્તિઓએ કરી છે, પણ તે બધાની રીતિ એકસરખી જ નથી રહી. જેમ ઉપર સૂચવાયું તેમ, માણસ પહેલવહેલાં બાહ્ય જગતને જુએ છે, અર્થાત્ પોતાના દેહને જ “હું અંતિમ છું” એમ માની પ્રવર્તે છે. આમાંથી તે ઊંડે ઊતરે ત્યારે તેને સમજાય છે કે દેહ, ઈન્દ્રિય, પ્રાણ અને મન આદિથી પણ પર એવું કાંઈક સ્વાનુભવી તત્ત્વ છે, જે ખરી રીતે હું છું. હું એ માત્ર ઇન્દ્રિયગમ્ય કે મનગમ્ય પણ નથી; એથીય એ પર છે અને સ્વસંવેદ્ય છે. જ્યારે આટલું સમજાય છે ત્યારે તેની સામેથી દેહ, પ્રાણ આદિનાં ભેદક આવરણ કે પડળે અર્થાત્ અધ્યાસ ખસી જાય છે અને તેને જણાય છે કે જેમ તેને અહં એ દેહાદિમાં રહેવા છતાં દેહાદિથી પર એવો ચિદાત્મા છે, તેમ પ્રાણીમાત્રના અહં વિશે પણ છે. જ્યારે આ ભાન થાય છે ત્યારે એનામાં બેમાંથી કઈ એક વૃત્તિ સ્થિર થાય છે ? કાં તો એ પિતાના ચિદાત્માને પ્રાણીમાત્રના અહીં જે માનતે થઈ જાય છે, એટલે કે તે પ્રાણીમાત્રને આત્મૌપમ્યની દષ્ટિએ જ નિહાળે છે–આ એક વૃત્તિ અને કાં તે તે પોતાના ચિદાત્માને પ્રાણીમાત્રમાં વિદ્યમાન અહંથી સર્વથા તાત્ત્વિક રીતે અભિન્ન લેખતે થઈ જાય છે-આ બીજી અભેદ યા બ્રાવૃત્તિ–સંર્વ ત્રિટું બ્રહ્મ .. જે પિંડમાં તે બ્રહ્માંડમાં” એ કહેતી પ્રમાણે જેમ દેહ, ઈન્દ્રિય, પ્રાણ આદિથી પર એ ચિદાત્મા દેહાદિ સંઘાતમાં વસે છે, તેમ સ્થળ વિશ્વનાં ઘટક પાર્થિવ, જલીય આદિ ભૌતિક દ્રવ્યો અને તેથી પણ સૂક્ષ્મ વાયવીય, આકાશીય કે ચિત્ત-તરોથી પર એ એક સર્વવ્યાપી ચિદાત્મા પણ હોવો જ જોઈએ. જે પિંડે પિંડે ચિદાત્મા છે તે એ જ ન્યાયે સમગ્ર બ્રહ્માંડમાં પણ એવો જ, એથી ઉદાત્ત, સર્વવ્યાપી ચિદાત્મા કેમ ન હોય ? એવા ચિદાત્મા વિના બ્રહ્માંડનું સચેતન સંચલન સંભવે જ કેમ ? આ વિચારમાંથી બ્રહ્માંડના મૂળમાં એક બૃહતત્ત્વના અસ્તિત્વની વિચારણાએ પણ દર્શનવિદ્યામાં પ્રબળ સ્થાન લીધું છે. એ જ વિચારણા આત્મા-અભેદની માન્યતાને પાવે છે. પિંડ-વિચારણામાંથી આપશ્યની ભાવના અને બ્રહ્માંડ-વિચારણામાંથી આત્મા-અભેદની વિચારણું એ બે જ મુખ્ય પ્રવાહે દર્શનવિદ્યાના પ્રેરક છે. આપશ્યની દષ્ટિએ જીવનમાં સમત્વભાવના કેળવી અને આત્મા-અભેદની દષ્ટિએ જીવનમાં વિશ્વ-એય યા બ્રહ્મભાવના કેળવી. આ બન્ને ભાવનાઓ અને તે ૧. પ્રકાશક: ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ–૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116