Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 94
________________ અને નિષ્પમાણક સિદ્ધ કરવા કમર કસી. તેમાં ઉપનિષદને અનુસરનાર આચાર્યો પણ થયા. સાંખ્ય અને મધ્વ જેવાએ તે શુદ્ધ Àતને અવલંબી વિરોધ કર્યો, પણ રામાનુજ આદિ જેવાઓએ અદ્વૈતનું અવલંબન કર્યા છતાં એક જુદા જ પ્રકારનું અદ્વૈત સ્થાપી શંકરના કેવલાદ્વૈતને પ્રબળ નિરાસ શરૂ કર્યો. આવા અદ્વૈતવાદીઓમાં સાંખ્ય-ગ, વૈષ્ણવ અને શૈવ પરંપરાને અનુસરનાર આચાર્યો થયા છે. રામાનુજ, નિબાર્ક, વલ્લભ અને ચૈતન્ય જેવા આચાર્યો પિતપતાની રીતે વૈષ્ણવ પરંપરાને આશ્રય લઈ બ્રહ્માદ્વૈત સ્થાપવા છતાં વસ્તુતઃ તેમાં ભેદભેદ અને દ્વૈતાદ્વૈતવાદનું જ સમર્થન કરતા. ભાસ્કરે બ્રહ્મા યા ઈશ્વરતત્ત્વમાં જે વાસ્તવિક એકાનેકત્વ યા ભેદભેદ સ્થાપ્યું હતું તેને જ સહેજ જુદા જુદા રૂપમાં આ વૈષ્ણવ અને શૈવ આદિ આચાર્યોએ વધારે વિગતથી ચર્યો અને સ્થાપે. બીજી બાજુએ વિજ્ઞાનભિક્ષુ જેવાએ પણ બ્રહ્માત સ્થાપ્યું. પણ તેણે મૂળમાં સાંખ્ય-ગ વિચારને અદ્વૈત પરિભાષામાં ગેહ; તે શ્રીકંઠ જેવાએ શૈવ પરંપરાને અવલંબી બ્રહ્મતત્વની શિવરૂપે વ્યાખ્યા કરી અને પોતાની રીતે અછત પણ સ્થાપ્યું. આ રીતે ઉપનિષદ અને બ્રહ્મસૂત્રને આધાર લઈને પણ શંકરના કેવલાદ્વૈતને પ્રબળ વિરોધ કરનાર અનેક પરંપરાઓના અનેક આચાર્યોએ બ્રહ્મસૂત્ર ઉપર વ્યાખ્યાઓ લખી છે. અને તેમાં દરેક બ્રહ્મતત્ત્વને ઈશ્વર, પરમેશ્વર, નારાયણ, વિષ્ણુ, કૃષ્ણ, શિવ આદિ જુદાં જુદાં નામથી અદ્વૈત અને કૂટસ્થરૂપે સ્થાપે છે. અને છતાંય એ ઈશ્વરતવમાંથી અચિત-ચિત્ની યા જડચેતનસૃષ્ટિની વાસ્તવિક ઉત્પત્તિ ઘટાવે છે. રામાનુજ જેવા કહે છે કે પરબ્રહ્મ યા નારાયણ સર્વવ્યાપી અને સર્વાન્તર્યામી હોવા ઉપરાંત વાસ્તવિક મંગળગુણનું નિધાન છે. તેના મૂળ સ્વરૂપમાં તે તે કૂટસ્થ જ છે, પણ પિતાની શકિાઓથી તે પિતાના અવ્યક્ત યા કારણાવસ્થ અચિત્ અને ચિ-તત્ત્વરૂપ સૂક્ષ્મ શરીરને વ્યક્ત યા કાર્યાવસ્થ બનાવે છે. નારાયણની શક્તિની જ પ્રકૃતિ અને જીવત, જે પોતાના શરીરરૂપે પિતાની સાથે હતાં તે જ, સંચાલિત થાય છે. અને તે અચિત્ તેમજ ચિસૃષ્ટિ અર્થાત્ જડ-ચેતન જગત વાસ્તવિક છે, માયિક નથી. રામાનુજે પરબ્રહ્મને ઈશ્વર અને વાસુદેવરૂપે સ્થાપવામાં મુખ્યપણે આગમને જ આધાર સ્વીકાર્યો છે, અને કહ્યું છે કે અનુમાન એ સ્થાપના માટે સમર્થ પ્રમાણ છે જ નહિ, વળી તેણે પ્રાણિકર્મસાપેક્ષ સૃષ્ટિની રચના ઈશ્વર દ્વારા સ્વીકારી છે, છતાંય ઈશ્વરેચ્છાનું સ્વાતંત્ર્ય પણ સાચવ્યું છે. પિતાના પૂર્વગુરુ યમુનાચાર્યથી અનુમાન પ્રમાણની પ્રધાનતાની બાબતમાં જુદા પડીને પણ રામાનુજે આગમપ્રમાણની વાસુદેવ યા નારાયણરૂપ પરબ્રહ્મનું સ્થાપન કરવામાં ઉપનિષદેને ઉપયોગ છૂટથી કર્યો છે, અને જ્યાં જ્યાં શંકરે કેવલાદ્ધતપરક અર્થ ઘટાવ્યું હતું ત્યાં પણ એણે, વિશિષ્ટાદ્વૈતપરક અર્થ તારવી, બતાવ્યું છે કે ઉપનિષદો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116