Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara
View full book text
________________
૬૭
અધા મળતા છે કે શકર કહે છે તેવું જીવનુ` માત્ર માયિક અસ્તિત્વ નથી; પણ એ વાસ્તવિક છે, અને તે વાસ્તવિક અસ્તિત્વ ધરાવતા જીવા પણ દેહભેદે ભિન્ન અને નિત્ય છે. શ’કર આદિ દરેક આચાય પોતપોતાના મન્તવ્યના સમર્થનમાં ઉપનિષદોના આધાર જ મુખ્યપણે લે છે, અને ઘણે સ્થળે એક જ પાઠને તે જુદી જુદી રીતે ઘટાવે છે. આ રીતે ઔપનિષદ પ્રસ્થાના અનેક છે, પણ એનું વર્ગીકરણ કરી કહેવુ હોય તેા એમ કહી શકાય કે એક શંકરના પક્ષ, બીજે મનેા પક્ષ અને ત્રીજા પક્ષમાં બાકી બધા.
શકર બ્રહ્મ સિવાય બીજા કોઈ પણ તત્ત્વને પારમાર્થિક સત્ ન માનતા હાવાથી વ્યવહારમાં અનુભવાતા જીવભેદની ઉપપત્તિ માયા યા અવિદ્યા શક્તિથી કરે છે. એ શક્તિ પણ બ્રહ્મથી સ્વતંત્ર નથી. એટલે શકરના મત પ્રમાણે જીવા અને તેમને પરસ્પર ભેદ એ તાત્ત્વિક નથી.૧ આથી તદ્દન વિરુદ્ધ મધ્યના મત છે. તે કહે છે કે જીવા કાલ્પનિક નહિ પણ વાસ્તવિક છે. તેમને પરસ્પર ભેદ પણ વાસ્તવિક છે અને એ બ્રહ્મથી પણ ભિન્ન છે. આ રીતે મધ્વમત વાસ્તવ અનન્ત-નિત્ય-જીવવાદમાં સ્થાન પામે.ર
ભાસ્કર આદિ બધા આચાર્ચએ જીવને વાસ્તવિક માનેલ છે ખરા, પણુ બ્રહ્મના એક પરિણામ, કાય યા અંશ લેખે. આ પરિણામ, કાય કે અંશે ભલે બ્રહ્મશક્તિજનિત હોય, પણ તે કઈ રીતે માયિક નથી જ. આમ આ વિચારપ્રસ્થાના ચાલે છે.
મહાભારતમાં સાંખ્યના મત તરીકે ત્રણ વિચારભેદો નાંધાયેલા મળે છેઃ એક ચાવીસતત્ત્વવાદી છે, બીજો સ્વતંત્ર અનંત પુરુષ। માનનાર પચીસતત્ત્વવાદી છે; અને ત્રીજો પુરુષાથી ભિન્ન એવું એક બ્રહ્મતત્ત્વ માનનાર છવ્વીસતત્ત્વવાદી છે. એમ લાગે છે કે કદાચ મૂળમાં આ ત્રણ વિચારપ્રસ્થાના હશે. તેને આધારે જુદા જુદા આચાર્ચાએ પેાતપેાતાની માન્યતા વિકસાવી અને ઉપનિષદોના આધાર પણ લીધેા. આગળ જતાં શંકર જેવાએ પ્રકૃતિ યા પ્રધાનતત્ત્વના સ્વતંત્ર વ્યક્તિત્વ અને કર્તૃત્વને ગાળી નાખી તેને બ્રહ્મશક્તિ યા અવિદ્યા-માયાનું સ્થાન આપ્યું, ત્યારે તેની સાથે જ પચીસમા
૧.
”.
‘जीवो ब्रह्मैव नापरः । —ત્રસિદ્ધિ, પૃ. ૬.
જુઓ, ડૉ. સી. ડી. શર્માનું યૌદ્ધોન ઔર વૈવાસ, રૃ. ૨૨૪.
तथा च परमा श्रुतिः
-:
जीवेश्वरभिदा चैव जडेश्वरभिदा तथा । जीवभेदो मिथश्चैव जडजीवभिदा तथा ॥
मिथश्च जडभेदो यः प्रपञ्चो भेदपञ्चकः । - सर्वदर्शनसंग्रह, पूर्णप्रज्ञदर्शन.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116