Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 80
________________ ગંગાધર સરસ્વતી નામના વિદ્વાને વેદાન્તસિદ્ધાન્તસૂક્તિમંજરી નામને કારિકાગ્રંથ રચ્યું છે. અપ્પયદીક્ષિતની એના ઉપર સિદ્ધાન્તલેશસંગ્રહ નામની વ્યાખ્યા છે. આ મૂળ અને વ્યાખ્યામાં કેવલાદ્વૈતીના જીવવિષયક લગભગ બધા જ મતભેદે સંગૃહીત છે અને એની ચર્ચા પણ છે. એમાંથી આપણે અત્રે મુખ્ય મુખ્ય લઈએ. ૧. પ્રતિબિંબવાદ—પ્રકટાર્થકાર, સંક્ષેપશારીરકકાર, વિદ્યારણ્યસ્વામી અને વિવરણકાર જેવા આચાર્યો પિતપોતાની રીતે જીવને બ્રહ્મના પ્રતિબિંબરૂપે વર્ણવે છે. કેઈ એવું પ્રતિબિંબ અવિદ્યાગત તે કઈ અંતઃકરણગત તે બીજે કઈ અજ્ઞાનગત, એમ જુદી જુદી રીતે એ પ્રતિબિંબવાદનું સમર્થન કરે છે (વેદાન્તસૂક્તિમંજરી, પ્રથમ પરિચ્છેદ, કા. ૨૮-૪૦). ૨. અવછેદવાદ–બીજા કેઈ આચાર્ય પ્રતિબિંબના સ્થાનમાં “અવરછેદ પદ મૂકી કહે છે કે અન્તઃકરણ આદિ પ્રતિબિબ બ્રહ્મ એ જીવે નહિ પણ અન્તઃકરણાવચ્છિન્ન બ્રહ્મ એ જીવનું સ્વરૂપ છે. (વે. સૂ.મં. કા. ૪૧.) ૩. બ્રહ્મજીવવાદ–આ વાદ કહે છે કે જીવ એ નથી બ્રહ્મનું પ્રતિબિંબ કે નથી એને અવચ્છેદ, પણ અવિકૃત બ્રહ્મ પિોતે જ અવિદ્યાને લીધે જીવ છે અને વિદ્યાને લીધે બ્રહ્મ છે (વે. સૂ. મ. કા. ૪ર). આ રીતે જીવના સ્વરૂપની બાબતમાં પ્રતિબિંબ, અવચ્છેદ અને બ્રહ્માભેદ એમ ત્રણ પક્ષે મુખ્યપણે પ્રચલિત છે. વળી કેવલાદ્વૈતવાદીઓમાં જીવ એક છે કે અનેક એ પણ પ્રશ્ન ચર્ચા. કેઈએ એક જ જીવ માની એક શરીરને સજીવ કહ્યું અને અન્ય શરીરને નિર્જીવ કચ્યાં; તે બીજાએ એક જ જીવ છતાં બીજાં શરીરેને સજીવ પણ કચ્યાં. અને વળી ત્રીજાએ છે જ અનેક માન્યા. આ રીતે ચર્ચા વિસ્તરી (વે. સૂ. મં. કા. ૪૩-૪૪). આ વિસ્તારને મધુસૂદન સરસ્વતીએ સિદ્ધાન્તબિંદુમાં અને સદાનન્દ વેદાન્તસારમાં તદ્દન ટૂંકાવ્યું છે. ભાસ્કર કહે છે કે બ્રહ્મ એની વિવિધ શક્તિઓ દ્વારા જગતની પેઠે જીવરૂપમાં પણ પરિણમે છે. જી એ બ્રહ્મના પરિણામ છે અને તે ક્રિયાત્મક-સત્ય-ઉપાધિથી જનિત હાઈ સત્ય છે. બ્રહ્મ એક જ છતાં તેના પરિણામે અનેક સંભવે છે. ભાસ્કરમતે એકત્વ અને અનેક વચ્ચે વિરોધ નથી. એક જ સમુદ્ર તરંગરૂપે અનેક દેખાય છે, તેમ છે એ બ્રહ્મના અંશ અને પરિણામ છે અને અજ્ઞાન હોય ત્યાં લગી તેનું વાસ્તવિક અસ્તિત્વ છે. અજ્ઞાન નિવૃત થયે એ અણુપરિમાણ છ બ્રહ્માભેદ અનુભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116