Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 23
________________ સૂફમમાંથી સૂકુમતમ–એમ છેવટે અગમ્યમાં વિરમે છે. જૈન પરિભાષાને ઉપગ કરીને કહેવું હોય તે એમ કહી શકાય કે તત્ત્વવિચાર દ્રવ્ય-સ્થૂલથી શરૂ થઈ છેવટે ભાવ–સૂક્ષ્મતમ પર્યાય યા અગમ્યમાં અંત પામે છે. ઉપલબ્ધ ભારતીય દર્શનસાહિત્યનું ઐતિહાસિક તેમ જ તુલનાત્મક અધ્યયન એ વાતને પુરા પૂરું પાડે છે. દર્શનના મુખ્ય વિષયે જગત, જીવ અને ઈશ્વર એ ત્રણેને લઈ એના વિચાર પરત્વે જે વિકાસ દેખાય છે તે જ ઉક્ત કથનની પુષ્ટિ કરે છે. જગતની રચના પરત્વે પ્રથમ ભૌતિક દષ્ટિબિન્દુ શરૂ થાય છે. આ દષ્ટિબિન્દુ ધરાવનાર ચાર્વાક હોય કે ન્યાયવૈશેષિક યા સાંખ્ય, જૈન અને બૌદ્ધ, એ બધા એક યા બીજે રૂપે જગતને ભૌતિકરૂપ જ કલ્પી વિચારતા રહ્યા છે. તેઓમાં અંદરોઅંદર ડેઘણો વિચારભેદ અવશ્ય છે, છતાં મૂળ બાબતમાં એ બધા સમાન દષ્ટિ ધરાવે છે. એ મૂળ બાબત એટલે દશ્યમાન વિશ્વ એ કોઈને કોઈ પ્રકારના ભૌતિક દ્રવ્યથી બનેલું યા ભૌતિક દ્રવ્યમય હોય છે. આ થયે જગત પરત્વે અધિભૂતવાદ. પરંતુ કાલકને બીજો એક અધિચૈતસિક યા અધિવિજ્ઞાનવાદ શરૂ થાય છે. તે વાદ પ્રમાણે દશ્યમાન કે અનુભૂયમાન જગત એ કેઈ નક્કર એવાં ભૌતિક દ્રવ્યોથી નિર્મિત નથી, પણ એ તે એક માત્ર વિજ્ઞાનનું સ્વરૂપ છે. જે વિજ્ઞાન આંતરિક છે તેને બાહ્યરૂપે ભારતે આકાર એ જગત છે. એ આકાર વાસ્તવમાં વિજ્ઞાનથી ભિન્ન નથી, અને છતાં ભિન્ન ભાતે હાઈ સાંવૃત અર્થાત આરેપિત છે. આ પછી પણ એક નવું પ્રસ્થાને આવે છે. તે પ્રસ્થાન એટલે અધ્યાત્મવાદ યા અધિબ્રહ્મવાદ. આ વાદ પ્રમાણે જગત એ પારમાર્થિક રૂપે માત્ર અખંડ સચ્ચિદાનંદરૂપ યા બ્રહ્મરૂપ છે અને એમાં અનુભવાતી સ્થૂલતા યા ભિન્નતા એ માત્ર માયિક છે–અપારમાર્થિક છે. જીવ પરત્વે પણ આ જ વિચારવિકાસ દેખાય છે. ભૌતિકવાદી ચાર્વાક જેવા જીવ-ચંતન્યનું સ્વતંત્ર વ્યક્તિત્વ ન માનતા, પણ એને કેવલ ભૌતિક વિકારરૂપે ण य तइओ अत्थि णओ ण य सम्मत्तं ण तेसु पडिपुण्णं । जेण दुवे एगता विभजमाणा अणेगन्तो ॥ १४ ॥ तम्हा सव्वे वि णया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णणिस्सिआ उण हवंति सम्मत्तसब्भावा ॥ २१ ॥ तह णिययवायसुविणिच्छिया वि अण्णोण्णपक्खनिरवेक्खा । सम्मईसणसई सव्वे वि णया ण पावेंति ॥ २३ ॥ णिययवयणिज सच्चा सव्वनया परवियालणे मोहा । ते उण ण दिवसमओ विभयइ सच्चे व अलिए वा ॥ २८ ॥ सन्मति, प्रथम कांड तथा मा कांड ३, गाथा ४६-४९. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116