Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 66
________________ ૫૫ સાંખ્ય-ગ પરંપરાસંમત પુરુષ, જીવ યા ચેતનતત્ત્વ સાથે સરખામણું ખાસ ધ્યાન ખેંચે છે. (૧) જૈન પરંપરા જીવમાત્રને સહજ અને અનાદિનિધન ચેતનારૂપ માને છે, તેમ સાંખ્ય-ગ પણ પુરુષતત્ત્વને તેવું જ માને છે. (૨) જૈન પરંપરા દેહભેદ જીવ ભિન્ન માની અનંત જીવોનું અસ્તિત્વ સ્વીકારે છે, તેમ સાંખ્યોગ પરંપરા પણ સ્વીકારે છે. (૩) જૈન પરંપરા જીવતત્વને દેહપરિમિત માની સંકેચવિસ્તારશીલ અને તેથી કરી દ્રવ્યદૃષ્ટિએ પરિણામિનિત્ય માને છે, તે સાંખ્યગ પરંપરા ચેતનતત્ત્વને કૂટસ્થનિત્ય અને વ્યાપક સ્વીકારે છે; એટલે ચેતનમાં કોઈ સંકેચ- વિસ્તાર કે દ્રવ્યદષ્ટિએ પરિણામિત્વ સ્વીકારતી જ નથી. (૪) જૈન પરંપરા જીવતત્વમાં કત્વ-ભકતૃત્વ વાસ્તવિક માને છે અને તેથી તે તેમાં શુદ્ધિ-અશુદ્ધિ રૂપે ગુણેની હાનિવૃદ્ધિ યા પરિણામ સ્વીકારે છે ત્યારે સાંખ્ય-ગ પરંપરા એવું કાંઈ માનતી જ નથી. તે ચેતનમાં કર્તવ-તૃત્વ માનતી ન હોઈ તેમ જ ગુણગુણિભાવ યા ધર્મ-ધમિભાવ સ્વીકારતી ન હોઈ કઈ પણ જાતના ગુણ યા ધર્મને સંભવ અને પરિણામ સ્વીકારતી નથી. (૫) જૈન પરંપરા શુભાશુભ વિચાર યા અધ્યવસાયને પરિણામે પડતા સંસ્કારને ઝીલે એવું જીવતત્ત્વ સ્વીકારી તેને લીધે તેની આસપાસ રચાતું એક પગલિક સૂક્ષ્મ શરીર સ્વીકારે છે. તે જ એક જન્મથી જન્માક્તરની ગતિમાં જીવતત્ત્વનું વાહક–માધ્યમ બને છે. સાંખ્ય-ગ પરંપરામાં ચિતન પિતે સર્વથા અપરિણામી, અલિપ્ત અને કર્તુત્વ-ભાતૃત્વ રહિત તેમ જ વ્યાપક હોવા છતાં તેને પુનર્જન્મ ઘટાવવા માટે પ્રતિપુરુષ એકએક સૂકમ શરીર કપાયેલું છે. તે સૂક્ષમ શરીર પોતે જ જૈનસંમત જીવની જેમ કર્તા ભકતા છે; જ્ઞાન-અજ્ઞાન, ધર્મ-અધર્મ આદિ ગુણોને આશ્રય અને તેની હાનિ-વૃદ્ધિરૂપ પરિણામવાળું છે; એટલું જ નહિ પણ તે, જૈન જીવતત્ત્વની પેઠે દેહ પરિમાણ અને સંકેચ-વિસ્તારશીલ પણ છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે સહજ ચેતનાશક્તિ સિવાયના જેટલા ધર્મો ગુણો યા પરિણામ જૈનસંમત જીવતત્ત્વમાં મનાય છે, તે બધા જ સાંખ્ય-ગસંમત બુદ્ધિતત્ત્વ યા લિંગશરીરમાં મનાય છે. (૬) જૈન પરંપરા પ્રમાણે જીવતત્ત્વ સહજ રીતે અમૂર્ત હોવા છતાં મૂર્ત કામણ શરીરના તાદામ્યગથી વાસ્તવિક રીતે મૂર્ત જેવું બની જાય છે ત્યારે સાંખ્ય-ગસંમત ચેતનતત્ત્વ એટલું બધું એકાંત દષ્ટિએ અમૂર્ત મનાય છે કે તેના સતત સન્નિધાનમાં રહેનાર અચેતન યા મૂર્ત સૂક્ષ્મ શરીરની મૂર્તતાની તેના ઉપર વાસ્તવિક કોઈ છાપ પડતી નથી, પણ એ ૧. સાંખ્યકારિકા. ૧૦-૧૧,૧૭. ૨. સાંખ્યકારિકા. ૧૮, ૩. સાંખ્યકારિક. ૧૯-૨૦. ૪. સાંખ્યકારિક. ૪૦; ગણધરવાદ (ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ)ની પ્રસ્તાવના, પૃ. ૧૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116