Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 52
________________ કા અને ખીજામાં તે ન હોય. બધા જ પરમાણુએમાં એ શક્તિએ મૂળમાં સમાન હોવા છતાં તેનું પરિણામવૈચિત્ર્ય સામગ્રીભેદને લીધે થાય છે. વળી એ પરપરા એમ માને છે કે પરમાણુઓના સઘાતથી ઉદ્ભવનાર સ્કન્ધ એ કોઈ વૈશેષિકની માન્યતા જેવું નવું દ્રવ્ય નથી, પણ એ તે પરમાણુસમુદાયની એક વિશિષ્ટ રચના યા સ’સ્થાન માત્ર છે. વળી વૈશેષિક પરંપરા પરમાણુઓને ફૂટસ્થનિત્ય માની, ઉત્પાદ-વિનાશ પામનાર દ્રવ્ય યા ગુણ-કર્મ એ બધાંને તદ્દન ભિન્ન માની, ફૂટસ્થનિયતા ઘટાવે છે; ત્યારે જૈન પર’પરા એવી ફૂટસ્થનિત્યતા ન માનતા સાંસંમત પરિણામિનિત્યતા માને છે અને સમગ્ર પરમાણુઓને પોતપોતાના વૈયક્તિક સ્વરૂપે શાશ્વત માનવા છતાં તેના સ્કન્ધા, તેમાં ઉદ્ભવતા ગુણ-કર્મા——એ બધાંને મૂળ પરમાણુઓના પરિણામ લેખી તેનાથી અભિન્ન અને છતાં કાંઈક ભિન્ન માની પરિણામિનિત્યતાની વ્યાખ્યા કરે છે. જેમ સાંખ્ય પરંપરા મૂળ એક જ પ્રકૃતિમાંથી ગુણેાનાં તારતમ્યયુક્ત મિશ્રણા અને પરિણામશક્તિને આધારે સ્થૂલ-સૂક્ષ્મ જગતનું વૈશ્વરૂપ્ય ઘટાવે છે, તેમ જૈન પરપરા અનન્તાનન્ત પરમાણુઓની પરિણામશક્તિ અને તેના વિવિધ સ‘શ્લેષણ-વિશ્લેષણને આધારે સ્થૂલ-સૂક્રમ સમગ્ર ભૌતિક સૃષ્ટિની ઉપત્તિ કરે છે. વૈશેષિક અને જૈન પર’પરા વચ્ચે પરમાણુના સ્વરૂપ પરત્વે અનેક પ્રકારની જુદી જુદી માન્યતાઓ છે. અહીં ધ્યાન આપવા જેવા એક ભેદ નાંધી આ વિચારસરણી પૂરી કરીએ. તે ભેદ એટલે પરમાણુના કદ યા પરિમાણુનેા. વૈશેષિક પર પરા સૂર્ય જાળમાં દેખાતા રજકણના છઠ્ઠા ભાગને જ અંતિમ પરમાણુ માની ત્યાં વિરમે છે; તેા જૈન પરંપરા એવા એક પરમાણુને પણ અનન્તાનન્ત પરમાણુઓના સ્કન્ધ તરીકે નિરૂપે છે, અને એમ પણ માને છે કે જેટલા અવકાશમાં એક અંતિમ પરમાણુ રહે, તેટલા અવકાશમાં તેવા બીજા અનન્તાનન્ત પરમાણુઓ જ નહિ પણ એવા સ્કન્ધા પણ રહી શકે. આ રીતે જોતાં જૈન પર’પરાસંમત પરમાણુએ વ્યકિતશઃ અનન્તાનન્ત હોવા છતાં તેની સૂક્ષ્મતા એવી મની જાય છે કે જાણે સાંખ્યની પ્રકૃતિની જ સૂક્ષ્મતા ન હોય ! અલખત, એ તે ફેર જ છે કે પ્રકૃતિ સૂક્ષ્મ છતાં એક અને વ્યાપક છે, જ્યારે એ પરમાણુએ સૂક્ષ્મ છતાં અનન્તાનન્ત અને પરમ અપકૃષ્ટ છે. જગતના સ્વરૂપ અને કારણ વિશે ભિન્ન ભિન્ન બૌદ્ધ દૃષ્ટિએ ૌદ્ધ પર’પરા જગતને રૂપાત્મક કહે છે એને મતે રૂપ એટલે માત્ર નેત્રગ્રાહ્ય એટલા અથ નથી પણ જે જે ઇન્દ્રિયગ્રાહ્ય થઈ શકે એ બધાં ભૂત-ભૌતિક તત્ત્વને એ ૐ ૧. તત્ત્વાર્થં ૫.૪,૧૦,૧૧,૨૩ થી ૨૮. પુદ્ગલની વિશેષ વિચારણા માટે જીએ સ્થાન-સમવાયાંગ ( ગુજરાતી ભાષાંતર ગુજરાત વિદ્યાપીઠ), પૃ. ૧૩૧થી અને લેાકપ્રકાશ ભાગ ૧, સગ ૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116