Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 63
________________ સૂત્રકૃતાંગના પુંડરીક અધ્યયનમાં તજજીવતછરીરવાદીને મત સ્પષ્ટ કરતાં કહ્યું છે કે જેમ કેઈ પુરુષ મ્યાનથી તલવારને જુદી કરી દર્શાવે છે યા હથેળીમાં આમળું જુદું દર્શાવે છે, અથવા દહીંમાંથી માખણ કે તલમાંથી તેલ કાઢી જુદું દર્શાવે છે, તેમ જીવ અને શરીરને તદ્દન જુદાં માનનાર શરીરથી જીવને જુદો કરી દર્શાવી શકતા નથી. તેથી જે શરીર તે જ જીવ છે. એમ લાગે છે કે ભૂતચેતન્યવાદની આ બન્ને માન્યતાઓ આગળના દાર્શનિક ગ્રન્થોમાં સચવાઈ રહી છે. તેથી જ “gવ્યાપસ્તનોવાયુરિતિ તવાનિ ' એ સૂત્રમાં ચાર ભૂતે નિર્દેશી “તેથૈતન્યમ” એ સૂત્ર દ્વારા ચાતુર્ભોતિક ચૈતન્યની ઉત્પત્તિને વાદ મળે છે. તે જ રીતે તત્ત્વસંગ્રહમાં કમ્બલાશ્વતરના મત તરીકે “ દેવ ચૈતન્ય એ સૂત્ર પણ નોંધાયેલું છે. સંભવ છે કે આ કમ્બશાશ્વતરનો મત એ જ તજજીવતસ્કરી-વાદનું રૂપ હોય. દીઘનિકાયમાં અજિતકેસંબલી એવું ભૂતવાદીનું નામ છે; જ્યારે તત્ત્વસંગ્રહમાં કમ્બલાતર એવું નામ છે. ધ્યાન દેવા જેવી બાબત એ છે કે બને નામોમાં “કમ્બલ” પદ છે. કદાચ એમ હોય કે એ પંથના અનુયાયીએને સંબંધ કોઈ પણ જાતની કામની સાથે હોય. આજે પણ એવા કામળીવાળાના અનેક પંથે આ દેશમાં બહુ જાણીતા છે. ગમે તેમ , પણ એટલું ખરું કે સ્વતંત્ર ચેતન્યવાદની પ્રતિષ્ઠા પહેલાંની આ માન્યતા હોવી જોઈએ. સ્વતંત્ર ચૈતન્યવાદ ભણી પ્રસ્થાન પરંતુ આ માન્યતાની વિરુદ્ધ પુનર્જનમ, પલક અને સ્વતંત્ર જીવવાદને વિચાર બહુ જોર પકડતે જતા હતા. આને પ્રારંભ કોણે, ક્યારે અને ક્યાં કર્યો તે તે અજ્ઞાત છે; પણ આ વાદના પુરસ્કર્તાઓનાં અનેક વર્તુલે હતાં અને તે પિતપિતાની રીતે આ વાદની વિચારણું કરતા હતા એટલું નક્કી. કયું કર્મ વ્યર્થ જતું જ નથી અને જે કર્મ કરે તે જ તેનું ફળ ભેગવે છે – એ વિચારમાંથી જન્માક્તર અને પરલકવાદ અસ્તિત્વમાં આવ્યું. આ વાદે કમે કમે પણ સરળપણે ભૂતચેતન્યવાદને ફટકો માર્યો. એની પ્રતિષ્ઠા ઘટતી ચાલી. પણ પરલોકવાદીઓને એ તે વિચાર કરે જ હતું કે દેહનાશ પછી જે સ્વતંત્ર જીવ જન્માક્તર ધારણ કરે છે યા પરકમાં જાય છે તેનું સ્વરૂપ શું? તે એક દેહ છેડી દેહાન્તર ધારણ કરવા કઈ રીતે જતું હશે? ઈત્યાદિ. આવા પ્રશ્નોને વિચાર ચાલતું જ હતું. અને સાથે સાથે એ પણ વિચાર ચાલતું કે, વર્તમાન જીવનથી વધારે સુખી પારલૌકિક જીવન કેવી રીતે અને ક્યાં સાધનથી પામી શકાય? આવા વિચારેએ એક તરફથી લોકોની જીવનદષ્ટિ બદલી અને બીજી તરફથી અનેક મતમતાન્તરે અસ્તિત્વમાં આવતાં ગયા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116