Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara
View full book text
________________
વ્યાખ્યાન ૪
જીવ-ચેતનતત્ત્વ આપણે પહેલાં સંક્ષેપમાં એ જોયું કે અચેતન વિશ્વની બાબતમાં તત્ત્વચિન્તકે એ કઈ કઈ રીતે વિચાર કરી પિતપોતાના સિદ્ધાન્ત સ્થાપ્યા છે. હવે જીવ યા ચેતન વિશ્વની બાબતમાં જેવું પ્રાપ્ત થાય છે કે તત્ત્વચિન્તન એ વિષયમાં કયે ક્રમે આગળ વધ્યું છે, અને એને ઉત્તરોત્તર વિકાસ કરતાં કરતાં વચ્ચે કેટકેટલા પડાવ કરવા પડ્યા છે અને તે કયા કયા રૂપમાં સેંધાયેલા મળે છે?
જીવ યા ચૈતન્યની બાબતમાં સૌથી પહેલાં ભૂતચેતન્યવાદનું સ્થાન આવે છે. ત્યાર પછી સ્વતન્ન જીવવાદનું સ્થાન છે. તે પછી સ્વતંત્ર છતાં એક રીતે પરાશ્રિત જીવવાદ આવે છે. આ માન્યતાની દરેક ભૂમિકામાં પણ પરસ્પરવિરુદ્ધ એવા અનેક મતે સ્થપાયા છે. અહીં એ બધા વિષે, પણ ટૂંકમાં ખ્યાલ આપવાનો પ્રયત્ન છે. ભૂતચૈતન્યવાદી ચાર્વાક
જ્યાં લગી જીવ યા ચૈતન્યની ચર્ચાને સંબંધ છે ત્યાં લગી સૌથી પ્રાચીન એવે ભૂતચેતન્યવાદને વિચારતર મળી આવે છે. ઉપનિષદોમાં, જૈન આગમાં અને બૌદ્ધ પિટકમાં એને નિર્દેશ પૂર્વ પક્ષરૂપે છે. શ્વેતાશ્વતરમાં વિશ્વના મૂળ કારણની પૃચ્છા કરતી વખતે ભૂતને એક કારણ તરીકે નિદેશેલ છે. આ નિર્દેશથી પણ બૃહદારણ્યકનો નિર્દેશ પ્રાચીન ગણી શકાય. તેમાંય વિજ્ઞાનઘન ચૈતન્યને ભૂતોથી ઉસ્થિત થઈ તેમાં જ વિલય પામવાને નિર્દેશ છે અને સાથે સાથે “ન પ્રત્યસંજ્ઞા અસ્તિ” એવો પણ નિર્દેશ છે. આ ઉલ્લેખ ભૂત-ચૈતન્યવાદપરક માત્ર જૈન ગ્રન્થમાં જ નથી મના, પણ પ્રબળ નિયાયિક જયંત જેવાએ પણ એને ચાર્વાકના મત તરીકે ઓંળે છે. વળી જૈન આગમમાં પાંચ ભૂતમાંથી જીવ જન્મે છે એવો નિર્દેશ છે. એ જ રીતે બૌદ્ધ પિટકમાં અજિતકેસકમ્બલીને મત નોંધાયેલ છે, જે ચાર ભૂતમાંથી પુરુષે ઉત્પન્ન થયેલ માનતે. આ ઉલ્લેખો ઉપરથી
૧. શ્વેતાશ્વતર. ૧.૨. ૨. વૃાગ ૨.૪.૧૨. 3. વિશવાવસ્થામચ. જાથા ૧૫રે. ૪. ચાયતંગરી. પૃ. ૪૭૨ (વિનયનરમ્) ૫. સૂત્રતા ૧.૧.૧.૭-૮ ६. सामअफलसुत्त, दीघनिकाय.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116