Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 41
________________ લેકાન્તર દષ્ટિ પણ ગૌણ બની જાય અને માત્ર લકત્તર દષ્ટિનું પ્રાધાન્ય દેખાય. તાત્પર્ય એ છે કે લેકાન્તર કે લકત્તર દષ્ટિના પ્રાધાન્ય વખતે લક્ષ્ય બદલાતું હેઈ, એના એ જ વર્તમાન જીવનપ્રવાહમાં નવનવા માર્ગોની સાધના અસ્તિત્વમાં આવતી જાય છે, અને જીવનનાં વહેણ બદલાતાં જાય છે. ઉદાહરણર્થ માત્ર ગીતા લઈએ. તેમાં યજ્ઞ, તપ, ધ્યાન, દાન, જપ, સ્વાધ્યાય, ભક્તિ આદિ ધર્મે જે સકામભાવે પ્રથમ આચરાતા તેની નિષ્કામભાવે જ પ્રતિષ્ઠા સ્થાપવામાં આવે છે અને એ બધા ધર્મો કર્મમાગનાં અંગ બની રહે છે. દર્શનનાં વિવિધ વર્ગીકરણ પિતાના સમયમાં પ્રચલિત દશનેનું સંક્ષેપમાં પ્રથમ નિરૂપણ કરનાર આચાર્ય હરિભદ્ર ષદર્શનસમુચ્ચયમાં છ દર્શને સ્વીકાર્યો છે. તેમાં વૈદિક અને અવૈદિક બને આવે છે. અવૈદિકમાં બૌદ્ધ, જૈન અને ચાર્વાક છે; જ્યારે વૈદિકમાં ન્યાય-વૈશેષિક, સાંખ્ય-ગ અને મીમાંસા છે. પણ ૧૪મા સૈકાના માધવાચાર્યે સર્વદર્શનસંગ્રહમાં સોળ દર્શને સ્વીકાર્યા છે, તેમાં વૈદિક-અવૈદિક લગભગ બધાં જ દર્શને આવે છે. છતાં બીજી કેટલીક દાર્શનિક પરંપરાઓ તેમાં પણ સમાસ નથી પામી; જેવી કે-શ્રીકંઠનું શિવાત આદિ. છે. મેકસમુલરે “The six systems of Indian Philosophy માં છે દર્શનનું નિરૂપણ કર્યું છે. તે દર્શને કેવળ વૈદિક છે. દર્શનનાં વર્ગીકરણ તે તે પ્રરૂપકો ખાસ ખાસ દષ્ટિથી કરે છે. પણ એકંદર ૧. મહાભારત અને પુરાણોમાં દર્શનોનું વર્ગીકરણ કેવું છે એ માટે નીચેના શ્લોક ઉપયોગી થશેઃ सांख्यं योगः पाशुपतं वेदा वै पञ्चरात्रकम् । कृतान्तपञ्चकं ह्येतत् गायत्री च शिवा तथा ॥ अग्निपुराण २१९.६१. एवमेकं सांख्ययोगं वेदारण्यकमेव च । परस्पराङ्गान्येतानि पञ्चरात्रं च कथ्यते ॥ શાંતિપર્વ રૂપે ૬ ૭૬. सांख्यं योगं पंचरात्रं वेदारण्यकमेव च । ज्ञानान्येतानि ब्रह्मर्षे, लोकेषु प्रचरन्ति ह ॥ किमेतान्येकनिष्टानि पृथनिष्टानि वा मुने । प्रब्रूहि वै मया पृष्टः प्रवृत्तिं च यथाक्रमम् ।। શાંતિપર્વ રે ૩ ૭.૧-૨. ब्राह्म शेवं वैष्णवं च सौर शाक्तं तथार्हतम् । चोक्तानि स्वभावनियतानि च ॥ वायुपुराण १०४.१६ તેમ જ સુંદર ગ્રંથાવલી-સર્વાગગ પ્રદીપિકા'પૃ ૮૮-૯૪માં ૯૬ પાખંડોનું વર્ણન છે. વળી છે. અગ્રવાલ સંપાદિત “પદ્માવત' પૃ. ૩૦માં દર્શનેની સંખ્યાની નોંધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116