Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 21
________________ છે એમ માનવાને કઈ ચક્કસ પુરાવા નથી. તે એમ કહે છે કે ગ્રીક અને ભારતીય વિચારધારા વચ્ચે ઘણું જ સામ્ય છે; પણ માત્ર એ સામ્ય એકને બીજા ઉપર પ્રભાવ સાબિત કરવા પૂરતું સમર્થ નથી. ઘણીવાર માનવજાતિમાં જુદે જુદે સ્થળે અને જુદે જુદે કાળે સહજ રીતે જ વિચારસામ્ય ઉદ્ભવે છે. તેથી જ્યાં લગી અસંદિગ્ધ પુરાવાઓ ન મળે ત્યાં લગી ગ્રીક ને ભારતીય તત્ત્વચિન્તન સમાન્તર, પરસ્પરના પ્રભાવ વિના પ્રવૃત્ત થયાં છે, એમ માનવું જોઈએ. પૂર્વવત બધાં સંશોધનનો વિશેષ ઊહાપોહ કરી ડો. રાધાકૃષ્ણને આ પ્રશ્નની છણાવટ વિગતે કરી છે. તેમણે અંતે પિતાનું મંતવ્ય સ્થિર કર્યું છે કે ગ્રીક તત્ત્વચિન્તનની ઘણું આધ્યાત્મિક બાબતે તેમ જ સંયમપ્રધાન જીવનની બાબતે ઉપર ભારતીય તત્ત્વચિન્તન અને સંયમી જીવનની ચોક્કસ અસર છે. એટલું ધ્યાનમાં રહે કે પરસ્પર પ્રભાવ વિશેને આ પ્રશ્ન એ સિકંદર પહેલાંના સમયને લક્ષીને છે. સિકંદરના આક્રમણથી માંડી ગ્રીક અને ભારતીય પ્રજાઓને જે સંબંધ વધારે ને વધારે થતે ગયે તેને લક્ષમાં લેતાં તે એમ માનવાને અડચણ નથી કે કેટલીક બાબતમાં ગ્રીકેએ ભારતીય વિચાર ઝીલ્યા છે, તો બીજી કેટલીક બાબતેમાં ભારતીયએ પણ ગ્રીક વિચારે ઝીલ્યા છે. તત્ત્વચિન્તનની બાબતમાં વિદ્વાનોએ એક મુદ્દો એ પણ ચર્ચો છે કે પાશ્ચાત્ય તત્ત્વચિન્તન ધર્મદષ્ટિથી નિરપેક્ષપણે મૂળમાં શરૂ થયેલું; જ્યારે ભારતીય તત્વચિન્તન પહેલેથી ધર્મદષ્ટિ સાથે સંકળાયેલું રહ્યું છે. આનું કારણ, કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનને મતે, એ છે કે ચૂપમાં ખ્રિસ્તી ધર્મ એશિયામાંથી આવ્યા, જ્યારે તેની ફિલસૂફી ગ્રીક પરંપરામાંથી આવી. પણ અહીં ભારતમાં ફિલસૂફી દર્શન અંતર્ગત હોવાથી એ કઈ વિભાગ હેવાની જરૂર ઊભી થઈ ન હતી. એમ જણાય છે કે ભારતીય ઋષિઓ જીવનના અવિભાજ્ય એવા બે– શ્રદ્ધા અને મેધા–અંશે ઉપર યથાયેગ્ય ભાર આપતા આવ્યા છે. ભારતમાં જે તત્ત્વજ્ઞાન જીવિત રહેવા પામ્યું છે તે ધર્મસંપ્રદાયના આશ્રયને લઈને જ. જેને કઈ ધર્મસંપ્રદાય અસ્તિત્વમાં ન આવ્ય અથવા ટકી ન શક્ય તે તત્ત્વજ્ઞાન નામશેષ થઈ ગયું છે, જેમ કે ચાર્વાક, આજીવક જેવા. તેથી ઊલટું, જે જે તત્ત્વજ્ઞાને કઈ ને કઈ ધર્મસંપ્રદાયને આશ્રય લીધે તે તે તત્ત્વજ્ઞાન ધર્મસંપ્રદાયના બળાબળ પ્રમાણે વિકસતું અને વિસ્તરતું રહ્યું છે, જેમ કે બૌદ્ધ, જૈન, ન્યાય-વૈશેષિક, સાંખ્ય, પૂર્વોત્તર-મીમાંસા આદિ. 9. Eastern Religion and Western Thought, Ch. IV. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116