Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 28
________________ ઓળખાવી શકાય. એની સીમામાં ભૌતિક ઘટનાઓને ખુલાસે વિવક્ષિત નથી, કે પુનર્જન્મ યા લેકાન્તરવાદની વિશેષે ચર્ચા નથી. પણ એમાં તદ્દન જુદી વિચારણા છે. એ વિચારણા એટલે એવી સ્થિતિ કઈ રીતે અને કયા કારણથી નિર્માણ કરી શકાય કે જ્યાં ઈહલેક અને પરલોકને ભેદ જ ન રહે. આ અલૌકિક ભૂમિને સ્પર્શતે કાર્ય-કારણુભાવ એ ખરી રીતે આધ્યાત્મિક શુદ્ધિનો કાર્ય-કારણભાવ છે. આ રીતે કાર્યકારણભાવના વિચારવિકાસનાં ત્રણ સોપાને તત્ત્વચિન્તનને પણુ ત્રિભૂમિક બનાવ્યું છે. એની પહેલી ભૂમિકામાં ઈહલેકસ્પશી–અર્થકામપ્રધાન ચર્ચા મુખ્યપણે છે. બીજીમાં પહેલેકસ્પશી ચર્ચા અર્થ-કામ ઉપરાંત પ્રવર્તક ધર્મપ્રધાન અને ત્રીજીમાં મોક્ષ યા અધ્યાત્મલક્ષી ચર્ચા નિવર્તક ધર્મ પ્રધાન મુખ્યપણે છે. આ રીતે તત્ત્વચિન્તનમાં પુનર્જન્મવાદ અને મોક્ષવાદ બન્ને દાખલ થતાં તત્ત્વચિન્તનના સ્વરૂપે ન જ આકાર લીધે છે. આપને અને આ ભૂમિકાનાં ઉદાહરણે દર્શનકાળ પહેલાંના સાહિત્યમાં સર્વત્ર વિખરાયેલાં પડ્યાં છે.' કાર્ય-કારણભાવ એ સર્વતંત્રસિદ્ધાન્ત હોઈ તેમાં કોઈ દાર્શનિકની વિપ્રતિપત્તિ નથી. આંતર-બાહ્ય વિશ્વનું કારણ શું, તેનું સ્વરૂપ શું, પુનર્જન્મ એ શું, તેનું કારણ અને તેનું સ્વરૂપ શું, મોક્ષના ઉપાયો કયા, તેનું સ્વરૂપ શું–ઇત્યાદિ વ્યાવહારિક અને આધ્યાત્મિક વિષને લગતા પ્રશ્નોને ઉત્તર આપવા દરેક ૧. ઋગવેદના આ કેવા આનંદી અને ઐહિક સુખપરાયણ હતા તેને ખ્યાલ ડો. વિન્ટરનિટ્સ પિતાના “History of Indian Literature” પુસ્તકમાં ઇન્દ્ર, અગ્નિ, આદિ સૂતોમાંથી તારવી બતાવ્યો છે. જુઓ પૃ. ૬૮, ૮૦, ૮૬, ૮૭. બ્રાહ્મણગ્રંથમાં ઈહલૌકિક સોપાન–જેમ કે પુત્રામો ચત, વૃષ્ટિામો ચત, રચવામાં यजेत आदि. પરલૌકિક સોપાન–જેમ કે વાનો યત તથા દક્ષિણાયનમાં ઉપકારક શ્રદ્ધાદિ કર્મો. મક્ષસંબંધી સપાન–ઉપનિષદો–જેમ કે, બ્રહ્મવિદ્ બ્રૌવ મવતિ પ્રશ્નોપનિષદના પાંચમા પ્રશ્નમાં આમરણાંત કારના અભિયાનનું ફળ પૂછવામાં આવ્યું છે. તેને જવાબ પિપ્પલાદે આપ્યો છે કે એક એક માત્રાના અભિધ્યાનથી અનુક્રમે મનુષ્યલેક, અંતરિક્ષ અને બ્રહ્મક પમાય છે. આમ આ મંત્રમાં ત્રણે સોપાન એકસાથે સૂચિત છે. મગધરાજ અજાતશત્રુએ બુદ્ધને શ્રમણપણાનું પ્રત્યક્ષ ફળ શું એમ પૂછયું ત્યારે બુદ્દે જે પ્રત્યક્ષ ફળોને નિર્દેશ કર્યો છે, તેમાં શ્રમણત્વનાં અનેકવિધિ પ્રત્યક્ષ ફળ છે. એમાં કોઈ ઐહિક છે તો બીજુ પારલૌકિક પણ છે. જુઓ રીનિરાય, સામગ્નકુ. જૈન પરંપરામાં પણ સ્તોત્ર આદિ દ્વારા ઐહિક-પારલૌકિક આદિ ફળની પ્રાપ્તિ સૂચવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116