Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 31
________________ કૂટનિત્યતાના વાદે ફલિત થયાતેમ વિશેષની બાબતમાં પણ બન્યું છે. બુદ્ધ જેવા દ્રષ્ટાએ કહ્યું છે કે અનુભવાતા કાર્યપ્રપંચના આધાર લેખે મૂળમાં નથી કઈ પરિણામિનિત્ય દ્રવ્ય કે નથી કેઈ કૂટનિત્ય દ્રવ્ય. આવા મૂળ કારણને સર્વથા અસ્વીકાર કરીને જ બૌદ્ધો બુદ્ધિના સામાન્ય ને વિશેષ બેય આકારને ખુલાસો કરે છે. તેમના ખુલાસા પ્રમાણે દેશ અને કાળના કામમાં નવા નવા કાર્યવિશેષ પૂર્વપૂર્વના વિશેષને લીધે અસ્તિત્વમાં આવે છે અને વિલય પામે છે. એ સંતતિબદ્ધ દેખાતાં વિશેષમાં, ખરી રીતે, સારશ્ય કે એકત્વ કેઈ તત્ત્વ છે જ નહિ. સમાન દેખાતી વિશેષની શ્રેણીઓમાં પણ વસ્તુતઃ દરેક વિશેષ એકબીજાથી અત્યન્ત વ્યાવૃત્ત છે. એમાં જે સમાનતાનું કે અભિન્નતાનું ભાન થાય છે તે એ વિશેના પારમાર્થિક સ્વરૂપના અધૂરા ભાનને લીધે. જેટલે અંશે એ વિશેના સ્વરૂપનું યથાવત્ આકલન કરવાની અશક્તિ, એટલે અંશે એમાં સદશ્ય યા એકતા ભાસવાનાં. આ રીતે આ વાદ એટલે વાસ્તવિક વિશેષવાદ થયો. જેમ શંકર અખંડ અને અભિન્ન એવા એક તત્વને જ પારમાર્થિક માની વિશેષભાનને અપારમાર્થિક યા વ્યાવહારિક કહે છે તેમ, એથી તદ્દન સામે છેડે જઈ, બૌદ્ધો દેશકાળકૃત વિશેષને પારમાર્થિક માની તેમાં અનુભવાતા સાદશ્ય યા એકત્વને અપારમાર્થિક યા વ્યાવહારિક કહે છે. બુદ્ધિના ઉપર સૂચવેલ બે આકારેની ઉપપત્તિ વળી જુદી જ રીતે કરનાર પણ દાર્શનિક થયા છે. કણાદ જેવા દાર્શનિકો એમ માને છે કે સમગ્ર કાર્યપ્રપંચના ૧. ન્યાયશેષિક પરિણામવાદી નથી, અને અતકૂટનિત્યતત્વવાદી પણ નથી. તે અનેક મૂળભૂત પરમાણુ, આકાશ આદિ કોને ફૂટસ્થનિત્ય અને પરસ્પર અત્યન્ત વ્યાવૃત્ત માને છે. તેમ છતાં તે સાદસ્ય સ્વીકારે છે; પણ તેની ઉપપત્તિ એવી રીતે કરે છે કે ફૂટસ્થનિત્ય અને પરસ્પર અત્યન્ત વ્યાવૃત્ત એવાં તત્તમાં પણ એક અનુગત અખંડ સામાન્ય હોય છે, જે વ્યાવૃત્ત વ્યક્તિઓમાં સાદણ્યનું નિયામક બને છે. જેમ પાર્થિવ પરમાણુઓમાં પૃથ્વીત્વ અને નવે દ્રવ્યોમાં દ્રવ્યત્વ, તથા દ્રવ્યગુણકર્મમાં સત્તા. જૈન, બૌદ્ધ આદિ દર્શન માં આવું કોઈ સાદસ્પનિયામક નિત્ય તત્ત્વ નથી. ૨. જુઓ, હતુબિન્દુ ટીકા, પૃ. ૮૬; તથા यथा धात्र्यभयादीनां नानारोगनिवर्तने । प्रत्येकं सह वा शक्ति नात्वेप्युपलक्ष्यते ॥ ७२३ ॥ न तेषु विद्यते किञ्चित्सामान्यं तत्र शक्तिमत् । चिरक्षिप्रादिभेदेन रोगशान्त्युपलम्भतः ॥ ७२४ ॥ एवमत्यन्तभेदेऽपि केचिन्नितयशक्तितः । तुल्यप्रत्यवमर्शादेहेतुत्वं यान्ति नापरे ॥ ७२६ ॥ -तत्त्वसंग्रह Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116