________________
અનુમાન માનવા છતાં ચાર્વાકે પ્રત્યક્ષવાદી કહેવાય છે. દેખીતું છે કે ઈન્દ્રિયપ્રત્યક્ષ પ્રમાણની પ્રવૃત્તિ સ્થૂલ ભૌતિક વિષથી આગળ શક્ય નથી. એટલે ચાર્વાકનું પ્રસ્થાન સ્થલ ભૌતિક જગત સુધી છે.
પરંતુ બીજા દાર્શનિકે તેથી આગળ વધી વિચારે છે. તેઓ કહે છે કે ઇન્દ્રિોની શક્તિ છે તે કરતાં મનની શક્તિ વધારે છે. પ્રત્યેક ઇન્દ્રિય પિતપોતાના વિશિષ્ટ વિષયને ગ્રહે છે, તે મન એ બધા ઈન્દ્રિયગ્રાહ્ય વિષેનું આકલન કરી શકે છે. તેથી એમ માનવું કે મન એ માત્ર ઇન્દ્રિયગ્રાહ્ય વર્તમાન કાળ અને સમીપ દેશને જ વિચાર કરી શકે એ બરાબર નથી. જેમ સૂકમદર્શક આદિ બાહ્ય ઉપકરણોને બળે ઈન્દ્રિય પિતાની સામાન્ય શક્તિ કરતાં વધારે દૂરનું અને સૂક્ષ્મ જોઈ-જાણી શકે છે, તેમ એગ્ય સંસ્કારથી મન પણ વધારે અતીત અને અનાગત વિષેને ખ્યાલ બાંધી શકે છે. અલબત, મન જ્યારે વર્તમાન ઉપરાંત અતીત અને અનાગતને વિચાર કરે છે ત્યારે તેને એ વિચારને આધાર તે વર્તમાનકાલીન વિષયની વ્યાપ્તિ ઉપરથી જ મળે છે. પુનઃ પુનઃ અવલોકન અને તે ઉપર કરાતા તર્કને પ્રેમથી મન સૈકાલિક વ્યાપ્તિને પણ અબાધિત નિશ્ચય કરી શકે. આવી વિશિષ્ટ પ્રકારની મનઃશક્તિ માનનાર દાર્શનિકે એ અનુમાનને પણ એક સ્વતંત્ર પ્રમાણ સ્વીકાર્યું. સ્વતંત્ર એ અર્થમાં કે જ્યાં ઈન્દ્રિયપ્રત્યક્ષને સંવાદ ન હોય ત્યાં પણ અનુમાન પ્રવૃત્ત થઈ તત્ત્વનિર્ણય કરી શકે છે. ચાર્વાક સિવાયના બધા જ દાર્શનિક અનુમાનનું સ્વતંત્ર પ્રામાણ્ય માનનારા છે. તેઓ અનુમાન પ્રમાણ દ્વારા સ્કૂલ ભૌતિક જગતથી આગળ વધી સૂકમ ભૌતિક તત્ત્વ સ્થાપે છે. આ દાર્શનિક પિતાના અનુમાન-પ્રયાગમાં મુખ્યપણે કાર્ય-કારણને સિદ્ધાન્ત અને સાદશ્યને સિદ્ધાન્ત સ્વીકારે છે. જેવું કાર્ય તેવું કારણ, અને કાર્ય હોય તેનું કારણ તેવું જ જોઈએ—આ વ્યાપ્તિને બળે તેઓ સૂક્ષમ ભૌતિક તત્ત્વ સ્થાપે છે. અલબત, વ્યાપ્તિને સિદ્ધાન્ત સમાન હોવા છતાં, દરેક અનુમાન-પ્રમાણવાદી એક જ નિશ્ચય ઉપર નથી આવ્યો. કઈ એ જ વ્યાપ્તિને બળે સ્થૂલ ભૌતિક જગતના મૂળ કારણ લેખે એક જ તત્ત્વના નિશ્ચય ઉપર આવ્યા છે; તે બીજા એવા મૂળ કારણ લેખે અનેક તત્ત્વના નિશ્ચય ઉપર પણ આવ્યા છે.
१. प्रत्यक्षमेवैकं प्रमाणमिति वचनं तत् तान्त्रिकलक्षणालक्षितलोकसंव्यवहारिप्रत्यक्षापेक्षया । अत
एव लक्षणलक्षितप्रत्यक्षपूर्वकानुमानस्य 'अनुमानमप्रमाणम् '-इत्यादिग्रन्थसन्दर्भेणाप्रामाण्यप्रतिपादनं विधीयते । न पुनर्गोपालाद्यज्ञलोकव्यवहाररचनाचतुरस्य धूमदर्शनमात्राविभूतानल. प्रतिपत्तिरूपस्य-इत्यादि।
સમતિતટી, મા ૧, પૃ. 9. તરવયંપ્રઢ . ૧૪૮૨ની ઉત્થાનિકા પુરતુ સાદ-ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org