Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 37
________________ આગમને અનુમાનમાં સમાવ્યું છે તે વળી બીજાઓએ અનુમાનના અવાન્તર પ્રકાર તરીકે અર્થપત્તિ આદિ પ્રમાણ પણ કમ્યાં છે. અહીં એક વસ્તુ નેધવી જોઈએ કે યેગીએ મૂળે ઋતંભરા પ્રજ્ઞાને જ આગમ માનતા; પણ તેમના વિચારે શબ્દોમાં રજૂ થતાં તે શબ્દો પણ આગમ મનાયા અને તે શબ્દાગમ સંપ્રદાયભેદેના પ્રવાહમાં પડતાં, તેમાં પ્રત્યક્ષ અને અનુમાનના અનેક અંશે પણ આગમરૂપે દાખલ થયા; એટલું જ નહિ પણ ઘણી વાર આગમની પ્રતિષ્ઠાને કારણે તેમાં સંબદ્ધ–અસંબદ્ધ એવી કલ્પના પણ દાખલ થઈ છે. પણ આપણે તે અહીં એટલું જ જોવાનું છે કે દાર્શનિક પ્રસ્થાનના ભેદમાં જે મૂળભૂત તાત્ત્વિક માન્યતાને ભેદ છે તે મુખ્યપણે કઈ કઈ કેટિની પ્રમાણશક્તિને આધારે છે, અને ટૂંકમાં એ પણ જોયું કે એવી પ્રમાણશક્તિ ત્રિભૂમિકા છે. બાકીની પ્રમાણચર્ચા એનું જ પલ્લવન છે. મણિમેખલાઈ નામના તામિલ ગ્રન્થમાં દશ પ્રમાણોને નિર્દેશ છે, તે ચરક, મીમાંસા, પુરાણ આદિમાં નવ, આઠ અને છ પ્રમાણ સુધીને ઉલ્લેખ છે. પ્રમાણની સ્વતંત્ર ચર્ચા વિનાને યુગ અને એની સ્વતંત્ર ચર્ચાવાળે યુગ ઉપનિષદો અને આગમપિટકોમાં જે જે ભૌતિક–અભૌતિક કે જડ-ચેતન વિષે નિરૂપણ દેખાય છે, તેમાં તે તે નિરૂપણ કઈ ને કઈ પ્રમાણને આધારે જ થાય છે. પણ એ પ્રાચીન ગ્રન્થમાં પ્રમાણશાસ્ત્ર જે કઈ જુદે વિભાગ રચા ન હતે. આવું કામ દાર્શનિક સૂત્રકાળથી શરૂ થયું, અને ઉત્તરોત્તર વિકસતું ગયું તે ત્યાં સુધી કે છેવટે વૈદિક, બૌદ્ધ, જૈન ચાર્વાક આદિ બધા દાર્શનિકોને પોતપોતાના ગ્રન્થમાં પિતપતાને અભિમત હોય એ પ્રમાણવિભાગ વિશેષ વિસ્તારથી ચર્ચા પડ્યો. આમ કરીને તેમણે એક રીતે એ પણ સ્પષ્ટ કરી દીધું કે અમે જે કહીએ કે માનીએ છીએ તે આ અને આવાં પ્રમાણોને આધારે, જેથી સામે પ્રતિવાદી કે શ્રોતા એ ભ્રમમાં ન રહે કે તે જે કહે છે તે બધું અમારી પ્રમાણવિષયક કલ્પનાને આધારે જ કહે છે. દાર્શનિક પ્રમેયતત્ત્વની પેઠે પ્રમાણતત્ત્વની ચર્ચામાં પણ બહ પૌરાણિક, સંભવ આદિ સહ અન્ય વાદી –જુઓ “તત્ત્વસંગ્રહ” પ્રત્યક્ષ, અનુમાન અને પ્રમાણાન્તરપરીક્ષા–ક. ૧૨૧૩-૧૭૦૮; તથા યુક્તદીપિકા–પૃ. ૩૬-૩૯. મણિમેખલાઈમાં વેદવ્યાસ, કતકટિ અને જૈમિનીને તે દશ પ્રમાણે છે, એમ કહ્યું છે. વિશેષમાં સ્વભાવ અને પરિશેષ એ બે નામે મળે છે. - Manimekhalai-in its Historical Settings.'—Aiyangar પૃ. ૫૭ અને ૧૮૯. ૧. આ માટે યુતિદીપિકાનું વિવરણ કરતું પુસ્તક-Origin and development of the Samkhya System of Thought.” પૃ. ૨૨૨ થી આગળ જેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116