________________
તત્ત્વચિંતનને વિકાસક્રમ
- તત્ત્વચિન્તનના મુખ્ય ત્રણ વિષયે મનાય છે? જગત, જીવ અને ઈશ્વર. આ ત્રણ વિષયની આસપાસ અનેક પ્રશ્નને ઊભા થયા છે અને દરેક પ્રશ્નને અંગે ઝીણી ઝીણી વિગતે પણ ચર્ચાઈ છે. અત્યાર લગીનું ભારતીય દર્શન સાહિત્ય જોતાં, એટલે કે સમગ્રપણે તત્ત્વચિન્તન યા દાર્શનિક ચિન્તન લઈ પૃથક્કરણ કરતાં, એમાં બે અંશે નજરે પડે છે. એક અંશ તર્ક-કલ્પનામૂલક ચિન્તનને અને બીજે અનુભવમૂલક ચિન્તનનો. સામાન્ય રીતે બુદ્ધિનું કાર્ય નવી નવી જિજ્ઞાસાને અનુસરી તે વિષેનું સમાધાન શોધવાનું હોય છે. આવું સમાધાન અનેક વાર તર્ક-કલ્પનદ્વારા સધાય છે અને કેઈવાર અનુભવ દ્વારા પણ. અનુભવ કરતાં તર્ક-કલ્પનને વિસ્તાર હંમેશાં વધારે જ રહેવાને; પણ જ્યાં જ્યાં તત્વચિન્તનમાં અનુભવ હોય છે, ત્યાં સર્વત્ર તત્ત્વચિન્તન પાકું અને નકકર જ રહેવાનું, જેમ વિજ્ઞાનમાં કઈ પણ તકે યા હાઈપથિસિસ પ્રયોગથી સાબિત થાય તો જ તે વિજ્ઞાનિક સિદ્ધાન્ત બને છે–પ્રગ વિનાની હાઈપથિસિસ એ માત્ર કલ્પના બની રહે છે–તેમ તત્ત્વચિન્તનમાં જે અંશ અનુભવમૂલક હોય છે તે અબાધિત અને છેવટે સર્વમાન્ય બની રહે છે, પણ જે તત્ત્વચિન્તનને અનુભવનું બળ નથી હતું તે તત્વચિન્તન માત્ર કલ્પનાકેટિમાં આવે છે; ગમે ત્યારે વિરુદ્ધ પ્રમાણ મળતાં એ કલ્પના તૂટી જવાની અને એ અંશ બાધિત થવાને. આવી વસ્તુસ્થિતિ છે. ભારતીય તત્ત્વચિન્તનને કઈ પણ પ્રવાહ લઈએ તે એમાં આ બન્ને અંશે જોવા મળશે, પણ એમાંય કલ્પનમૂલક અંશ વધારે રહેવાનો. તેથી જ ક૯પનમૂલક સ્થળોમાં બધા દાર્શનિક પ્રવાહો પરસ્પર વાદવિવાદ કરતા આવ્યા છે ને તે દાર્શનિક સાહિત્યમાં વિગતે સ્થાન પણ પામ્યા છે. આપણે તે અહીં એટલું જ સમજવાનું છે કે દરેક સંપ્રદાયમાં તત્ત્વચિન્તન ચા દર્શનને નામે જે અને જેટલું મળી આવે છે તે બધું અનુભવમૂલક યા અંતિમ છે એમ માની લેવાની ભૂલ ન કરીએ.
અનુભવની પણ કક્ષાએ હોય છે. કોઈ અનુભવ એક કક્ષાને હોય, પણ એ અનુભવને છેવટને માની જ્યારે તર્ક-કલ્પનના બળ વડે તેનું સમર્થન કરવામાં આવે છે ત્યારે, મૂળમાં એ અનુભવ અમુક અંશે યથાર્થ હોવા છતાં, તેને ઉપરની કે અન્તિમ કક્ષાનો માનવા જતાં, તેમ જ માત્ર તર્ક-કલ્પનને બળે તે સિદ્ધ કરવા જતાં, ઘણી વાર તેની આંશિક યથાર્થતા પણ વિચારકોના ધ્યાનમાંથી સરી જાય છે. આ જ વસ્તુ જૈન પરિભાષામાં નય અને નયાભાસરૂપે વર્ણવાઈ છે.'
તત્વચિન્તનની દિશા પ્રગતિલક્ષી રહી છે. તે સ્કૂલમાંથી સૂક્ષ્મમાં અને
एए पुण संगहओ पाडिकमलक्खणं दुवेण्हं पि । तम्हा मिच्छट्ठिी पत्तयं दो वि मूलणया ॥ १३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org