Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 16
________________ પ્રારભી શક્ત. પણ ના. તે સાધકના લેાહીમાં અને પ્રાણમાં એક વસ્તુ એકરસ થઈ હતી કે જ્યાં લગી આત્મબળે સત્યની શોધ પૂરી ન થાય અને પૂરા આત્મવિશ્વાસ ન જામે ત્યાં લગી તત્ત્વના ઉપદેશ ન જ થાય. સત્યજ્ઞાનની આવી અદમ્ય અને ઉત્કટ ઝંખના માત્ર આધ્યાત્મિક શોધકે પૂરતી જ મર્યાદિત નથી રહી; એ અ'ખના વિદ્યાના એકેએક ક્ષેત્રમાં વ્યાપેલી દેખાય છે. કઈ શબ્દશાસ્ત્રના અભ્યાસી હાય તાય તે શબ્દવિદ્યાના પ્રમેયાને યથાસ'ભવ અંત સુધી જાણવા પ્રયત્ન કરશે. એ જ વસ્તુ જ્યાતિષ, વૈદ્યક, અર્થશાસ્ત્ર આદિ ઇતર વૈજ્ઞાનિક વિદ્યાઓને લાગુ પડે છે. ૫ દનના અની મીમાંસા તત્ત્વવિદ્યા એટલે મુખ્યપણે અધ્યાત્મવિદ્યા. એમાં અધિભૂત ( ખાહ્ય ), અધિદૈવ ( આન્તર ) વિષયેા આવે છે અવશ્ય; પણ છેવટે એમનું નિરૂપણ અધ્યાત્મવિદ્યામાં પવસાન પામે છે. તેથી બીજાં બધાં નિરૂપણા છેવટે અધ્યાત્મલક્ષી હાઈ અધ્યાત્મવિદ્યાના અંગ-પ્રત્ય’ગ જ બની રહે છે. ,, તત્ત્વવિદ્યા, અધ્યાત્મવિદ્યા યા પરાવિદ્યા‘ દર્શન ' શબ્દથી પણ વ્યવહારાય છે. ભારતીય ભાષાઓમાં “ગ્દર્શન ”, “ દાનિક સાહિત્ય ” યા “ દાનિક વિદ્યાન” જેવા શબ્દો પ્રચલિત છે અને તે બધા સીધી રીતે અધ્યાત્મવિદ્યા સાથે સબંધ ધરાવે છે. અહીં પ્રશ્ન એ છે કે દર્શન શબ્દના પ્રચલિત અને સિદ્ધ અર્થ તે છે ચક્ષુ ન્ય જ્ઞાન; કેમ કે ચાક્ષુષ જ્ઞાનના ખેાધક હૈં. ધાતુ ઉપરથી તે શબ્દ નિષ્પન્ન થયેલા છે. તે પછી તે અતીન્દ્રિય અધ્યાત્મજ્ઞાન અ માં કઈ ષ્ટિથી વપરાતા થયા ? આના ઉત્તર ઉપનિષદનાં કેટલાંક વાક્યેામાંથી આડકતરી રીતે પણ મળી રહે છે. ઉપનિષદોમાં હિરિન્દ્રિયાની શક્તિનું ખળાબળ યા તારતમ્ય દર્શાવતાં કહ્યું છે કે વક્ષુર્વે સત્યમ્ ( બૃહ. ૫. ૧૪. ૪. ) વક્ષુર્વે પ્રતિષ્ઠા ( બૃહ. ૬. ૧. ૩. ). કોઈ આખતમાં વિવાદ ઊભા થતાં નિણ્ય માટે સાક્ષીની જરૂર પડે. તે વખતે બે સાક્ષી ઉપસ્થિત થાય, જેમાંથી એકે એ ઘટના વિશે માત્ર સાંભળ્યું હોય અને ખીજાએ એ ઘટના નજરોનજર નિહાળી હાય; ત્યારે સાંભળનાર કરતાં જોનાર ઉપર જ વધારે વિશ્વાસ મુકાય છે અને તેની વાત સાચી મનાય છે. આ રીતે શ્રવણ-ઇન્દ્રિય કરતાં ચક્ષુનું પ્રામાણ્ય વધારે મનાય છે. એ જ રીતે ચક્ષુ જ એક એવી ઇન્દ્રિય છે, જે સમ-વિષમ સ્થાનેનું યા ઉચ્ચાવચ પ્રદેશનું અન્તર દર્શાવી મનુષ્ય તેમ જ પ્રાણીમાત્રને સ્ખલિત થતાં રાકી સ્થિરતા યા પ્રતિષ્ઠા આપે છે. આ રીતે અન્ય ૧. ... चक्षुर्वै सत्यं चक्षुर्हि वै सत्यं तस्माद्यदिदानीं द्वौ विवदमानावेयातामहमदर्शमहमश्रौषमिति । य एवं ब्रूयादहमदर्शमिति तस्मा एव श्रध्याम तद्वै तत्सत्यं ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116