________________
વEEEા-સેવા
ભૂમિકા
શ્રવણ-કીર્તનાદિ ભક્તિના પ્રકારની આરાધનાથી પ્રફુટિત થયું છે. પ્રભુપ્રેમ જેના હૃદયમાં તે ભક્ત હવે સ્થળ અપેક્ષાએ પણ પ્રભુના ઘનિષ્ઠ સાન્નિધ્યને ઝંખે છે. અને આ કાર્યની સિદ્ધિ માટે યથાયોગ્ય ધર્મસ્થાનકમાં, જઈ પિતાના અંતરંગ પ્રેમના બાહ્ય પ્રતીકરૂપ એવી ભગવાન કે સદ્ગુરુની મૂર્તિ, ચિત્રપટ કે અંકનનું અવલંબન લઈ તેમનાં દર્શન-વંદન-પૂજન-સ્પર્શન-સેવા અભિષેક ઈત્યાદિમાં પ્રવૃત્ત થાય છે, અને જે પ્રત્યક્ષ સદ્ગુરુને લાભ મળે તેમ હોય તે સર્વ પ્રકારે પિતાનાં તન-મન-ધનથી તેમની સેવા શુશ્રષામાં ઉલ્લાસથી લાગે રહે છે.
પ્રભુની કે સગુરુની સેવા-પૂજા કરવાની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ ભિન્ન ભિન્ન મત-સંપ્રદાયમાં પ્રવર્તે છે અને તેથી પૂજાના પ્રકારો અને વિધિ પણ અનેક છે. અહીં નીચેના સિદ્ધાંતેને ખ્યાલમાં રાખીને જે તેમાં પ્રવર્તાવામાં આવે તે તે વિશેષ શ્રેયનું કારણ થવા ગ્ય છેઃ
૧. સેવા-પૂજામાં ઓછામાં ઓછાં દ્રવ્યને ઉપયોગ કરે.
૨. ફળ-ફૂલ આદિ સચિત્ત વસ્તુઓને ઉપયોગ ન કરે અથવા લઘુતમ કરે.
૩. પાણી, દૂધ, દહીં કે અભિષેકમાં વપરાતાં એવાં બીજાં ' દ્રવ્યોને પણ યત્નાપૂર્વક ઉપયોગ કરે.
૪. મૂર્તિની મહત્તા અને પવિત્રતા જળવાય એ રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org