Book Title: Bhaktimarg ni Aradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 189
________________ ભક્તિમાર્ગની આરાધના મને બચાવ, પડવા ન દે. મને તારામાં રાખ, તું મારામાં રહે જે તારી કૃપાનજર થઈ તે પૂરી કર. | તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝિલાવ. તારે સર્વે મહિમા મને દેખાડ. તું આનંદ છે, તે પ્રેમ છે, તું દયા છે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તે નિર્ભય છે, તું એક, શુદ્ધ અને નિત્ય છે, તે અબાધિત છે, તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર. દૈહિક કામનાથી અને વિષયની ભીખથી મારા દિલને વાર. કષાયની તપ્તિથી બચાવ. મારાં સર્વે વિદને દૂર કર, જેથી સ્થિરતા આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું. મારી સે શુભેચ્છા તારા વચન પસાયથી પૂર. સાચા માર્ગ બતાવનાર ગુરુના પસાયથી પૂર. મને જૂઠા હઠવાદથી અને જૂઠા ધર્મથી છોડાવ. કુગુરુના ફંદથી બચાવ. તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામે છું તે સર્વે શક્તિ હું બેટા વા પાપના કામમાં ન વાપરું અને ફેગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ. તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં; કોઈને દુઃખનું કારણ ન થાઉં; માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર, અને જે મને યોગ્ય હોય તે આપ. બેટા મરથ અને વ્યર્થ વિચારથી હંમેશા બચાવ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196