________________
સંત-ભક્તોનાં ચરિત્રો
[૧]
આદ્યસ્તુતિકાર શ્રી સમન્તભદ્રસ્વામી
લોકોત્તર બુદ્ધિપ્રતિભા, ન્યાયશાસ્ત્રમાં નિપુણતા, અવિરત સરસ્વતી-આરાધના અને અલૌકિક જિનશાસન પ્રેમના ધારક, આદ્યસ્તુતિકાર આચાર્યશ્રી સમંતભદ્રસ્વામીએ પેાતાના જન્મથી આ ભારતની ભૂમિને લગભગ બીજા સૌકામાં વિભૂષિત કરી હતી.
C
જીવનપરિચય : તેમના જન્મ દક્ષિણ ભારતમાં થયા હતા. તેમના પિતા ઉરગપુરના રાજા હતા. (હાલનું ઉરપુર કે જે તામિલનાડુ રાજ્યમાં કાવેરી નદીને કાંઠે ત્રિચિનાપલ્લી પાસે આવેલું અંદર છે. ) તેઓ નાગવ ́શના એક મહાન ક્ષત્રિય રાજા હતા અને તેમનું નામ કીલિકવર્મન હતું. આચાર્યશ્રીનું પાતાનુ મૂળ નામ શાંતિવર્મા હતું. બાલ્યાવસ્થાથી જ તેએ પ્રખર બુદ્ધિશાળી હતા. તેમની ખાલ્યાવસ્થાની કંઈ વિશેષ માહિતી. ઉપલબ્ધ નથી, પરંતુ એટલુ' ચાક્કસ છે કે તેમનામાં આત્મકલ્યાણુ અને ધર્માંદ્ધારની પ્રબળ ભાવના ભરેલી હતી, અને લાકકલ્યાણને પેાતાનું જીવનધ્યેય બનાવવાની તમન્ના હતી. આ ભાવનાને સ્મૃતિમ’ત કરવા વિ. સ. ૧૯૪માં લગભગ ૧૮ વર્ષની ઉંમરે તેઓએ દીક્ષા ગ્રહણ કરી જ્ઞાન અને ત્યાગથી જીવનને મહાન બનાવવાની કલ્યાણકારી પ્રક્રિયા આરભી હતી.
તેમની દીક્ષા પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી ખલાકપિચ્છ મુનિની પાસે કાંચીમાં થઈ હતી. દીક્ષા બાદ કઠોર અધ્યયન દ્વારા પોતાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org