________________
સંત-ભક્તોનાં ચરિત્રો
૧. આત્મદર્શન(સમ્યગદર્શન)ને મહિમા. ૨. શ્રાવકને આઠ મૂળ ગુણેનું વિવેચન. ૩. (અરિહંત) પરમાત્માની પૂજાનું મહત્ત્વ. ૪. વ્રતનું સમ્યફ પાલન કરનાર મહાનુભાવોનાં ચરિત્રે. પ. મેહયુક્ત મુનિની અપેક્ષાએ નિર્મોહી શ્રાવકની શ્રેષ્ઠતા.
૬. સમ્યગદર્શનયુક્ત ચાંડાલને પણ દેવતુલ્ય ગણવાને ઉદાર દષ્ટિકોણ.
૭. સમાધિમરણનું સ્વરૂપ, વિધિ અને માહાભ્ય.
આમ વિવિધરૂપે ધર્મનું પદ્યમય, સુંદર તથા બુદ્ધિયુક્ત આલેખન કરીને સમન્તભદ્રાચાર્યજીએ જૈનશાસનની ઉત્કાન્તિમાં અમૂલ્ય ફાળો આપ્યા છે.
પરમભક્તિ, ઉત્તમ જ્ઞાન, દઢ ચારિત્ર, પરીક્ષાપ્રધાનપણની સાથે સાથે શ્રદ્ધાવનતપણું, સત્યનું અનુશીલન અને સર્વસના શાસન પ્રત્યે સર્વસમર્પણતાના ભાવવાળા આવા આચાર્યશ્રીને આપણુ વારંવાર નમસ્કાર હે ! નમસ્કાર હે !
[૨]
યુગપ્રધાન આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર
પિતાના બહુમુખી વિશિષ્ટ વ્યક્તિત્વ દ્વારા જૈન ધર્મમાં સર્વ. માન્યતા પ્રાપ્ત કરનાર આચાર્ય શ્રી સિદ્ધસેન મહાન ભક્ત, તાર્કિક, વાદી, સિદ્ધાંતજ્ઞાતા અને અનેકાંતવિઘાશિમણિ હોવાથી એક યુગપ્રધાન આચાર્ય તરીકે શોભે છે.
જીવનપરિચય: આ મહાપુરુષને જન્મ ઉજજયિનીમાં કાત્યાયન ગેત્રીય બ્રાહ્મણકુળમાં થયેલ હતું. તેમના પિતાનું નામ દેવર્ષિ અને માતાનું નામ દેવશ્રી હતું. તેમને ઉદયકાળ વિ. સં. ૬૨૫ની આસપાસ લેખવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org