________________
૧૨૫
સંત-ભકતનાં ચરિત્રો વિભૂષિત તેમનું બહુમુખી વ્યક્તિત્વ આજે પણ ઘણુ મુમુક્ષુઓને પ્રેરણા આપે છે.
“શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્રનામના ૧૪૨ ગાથાના શાસ્ત્રમાં તેઓએ ગાગરમાં સાગર ભરવાની કહેવતને ચરિતાર્થ કરી છે. સાધકે માટે આ શાસ્ત્ર ખૂબ ખૂબ ઉપયોગી છે. સરળ ગુજરાતી ભાષામાં રચાયેલું હોવાથી તેને સહેલાઈથી સમજી શકાય છે. તેમાં જે રીતે “છ પદ' (આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મેક્ષ છે, મેક્ષને ઉપાય છે)ની સિદ્ધિ કરી છે તે ઉપરથી તેમની અગાધ મેધાવી પ્રતિભાને ખ્યાલ સૌ કેઈને આવી શકે છે. મેક્ષમાળા” નામનું નાનું શાસ્ત્ર તથા અપૂર્વ અવસર” અને બીજા અનેક કાવ્ય દ્વારા તેમણે આપણને ઉત્તમ આધ્યાત્મિક સાહિત્યને વારસે આપે છે. તેઓએ સ્થાપેલા પરમકૃત-પ્રભાવક મંડળ તરફથી પૂર્વાચાર્યોનાં લખેલાં અનેક શાસ્ત્રો પ્રગટ થયાં છે. પશ્ચિમ ભારતમાં મૂળ સંઘના ઉત્તમ સાહિત્યને પ્રકાશમાં લાવવાનું મુખ્ય શ્રેય આ સંસ્થાને ફાળે જાય છે.
તેઓના સાન્નિધ્યને પામીને શ્રીમદ્દ લઘુરાજસ્વામી, સૌજન્યમૂતિ શ્રી સૌભાગ્યભાઈ, પ્રજ્ઞાવંત શ્રી અંબાલાલભાઈ તથા સત્યાભિલાષી શ્રી જૂઠાભાઈ પ્રમુખ અનેક સાધક આત્માઓએ પિતાનું શ્રેય. સાધ્યું હતું. મહાત્મા ગાંધીજી પર તેમને અત્યંત પ્રભાવ પડ્યો હતે અને સત્ય, અહિંસા અને બ્રહ્મચર્યને બેધ તેમણે શ્રીમદ્જી પાસેથી મેળવ્યું હતું. તેમના સ્મારકરૂપે નાનીમેટી ચાળીસેક સંસ્થાઓ ભારતમાં વિદ્યમાન છે પણ તે મધ્યે અગાસ, વડવા, વવાણિયા, હમ્પી, દેવલાલી, મેરબી, ઘાટકોપર અને અમદાવાદની સંસ્થાઓ મુખ્ય છે.
આવા લૌકિક અને લકત્તર ગુણેથી અલંકૃત આ મહાપુરુષને સાચી અંજલિ ત્યારે જ આપી કહેવાય કે જ્યારે તેમના જીવનમાંથી રૂડી રૂડી વસ્તુઓને વિવેકપૂર્વક ગ્રહણ કરી આપણું જીવનને આપણે સદાચારી, પવિત્ર, પ્રજ્ઞાસંપન્ન અને સાધનામય, બનાવીએ. તથાસ્તુ. કે શાંતિઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org