Book Title: Bhaktimarg ni Aradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
જાવુ-પક ના થાય
(૪૮)
| (દેહરા) ઝળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૧ નિત્ય નિરંજન નિત્ય છે, ગંજનગંજ ગુમાન; અભિવંદન અભિનંદના, ભયભંજન ભગવાન. ૨ ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન વિદાહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૩ ભદ્ર-ભરણ ભીતિહરણ, સુધાકરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. ૪ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન, અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૫ આનંદી અપવર્ગી તું અકળ ગતિ અનુમાન આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૬ નિરાકાર નિર્લેપ છે, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૭ સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સેંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૮ સંકટ શેક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન ઈચ્છા વિકળ અચળ કરે, ભયભંજન ભગવાન. ૯ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તેફાન, કરુણાળું કરુણા કરે, ભયભંજન ભગવાન. ૧૦ કિકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે નેહે હરે, ભયભંજન ભગવાન. ૧૧ શક્તિ શિશુને આપશે, ભક્તિ-મુક્તિનું દાન તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196