Book Title: Bhaktimarg ni Aradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 182
________________ ભજન-ધૂન-પદ-સંચય ૧૬૩ ચોથું અંગ નિર્લોભતા શુદ્ધ હૃદયથી ધાર, તૃષ્ણ પુદ્ગલ ભાવની ત્યાગી સર્વ પ્રકાર; ભલે મહાચકવર્તીની રિદ્ધિ કે હાય દીનતા રે, છતાં ત્યાં ભાવ વિષે સાધકને હોય સમાનતા રે. ભવિજન ૫ પંચમ તે સત્યને કહ્યું ધર્મતણું મૂળ અંગ, તજીએ નહીં તે ટેકને દુઃખને હોય પ્રસંગ; ભલે મહાસાગર કે કદી જાય ડગી મેરગિરિ રે, તથાપિ સત્ય ન ચૂકે સાધક દેહ જતાં જરી રે. ભવિજન ૬ શૌચ અંગ છઠ્ઠ કહ્યું ચિત્ત વિષે તે ધાર, શુદ્ધિ મનની સાધવા, કરીએ તવ વિચાર; દર્શન મેહ જતાં ત્યાં મિથ્યાભાવ ટળી જશે રે, ક્ષય થઈ ભાવ શુભાશુભ ત્યાં મનની શુદ્ધિ થશે રે. ભવિજન ૭ - સસમ તે સંયમને કહ્યું, ધર્મઅંગ સુખરૂપ, તે સત્તર ભેદે સેવીએ લક્ષી જિન સ્વરૂપ અંતર્મુખ ઉપગે રહી તે પદ આરાધીએ રે, અપ્રતિબદ્ધ વિહારી થઈ સ્વરૂપને સાધીએ રે. ભવિજન ૮ અષ્ટમ તે તપને કહ્યું, ધર્મઅંગ સુખ સાજ, તે દ્વાદશભેદે સેવીએ ચેતન શુદ્ધિ કાજ, કરી ય ભાવ પ્રત્યેના ભગતનું નિર્લોભતા રે, આવે ઘર પરિષહ પણ નહિ મનને ક્ષોભતા રે. ભવિજન. ૯ નવમું બ્રહ્મચર્યને કહ્યું ધર્મ અંગ બળવાન, ત્રિગે તે સેવીએ રાખી નિજ પદ ભાન; ભલે કઈ દેવસુંદરી મેહવશ થઈ આવી છળે રે, છતાં ત્યાં દેહ છતાં પણ સાધક મનથી નહીં ચળે રે. • ભવિજન ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196