________________
૧૨૨
ભકિતમાગ ની આરાધના
[ ૧૪ ]
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી
વીસમી શતાબ્દીમાં આપણા દેશમાં થયેલા ઉચ્ચ કોટિના સંતાની પહેલી હરાળમાં જેએનું સ્થાન છે તેવા, જ્ઞાન-ભક્તિવૈરાગ્યની પરમ પવિત્ર ત્રિવેણીના સંગમરૂપ શ્રીમદ્ રાજચન્દ્રજી એક વિશિષ્ટ અને અલૌકિક વ્યક્તિત્વના ધારક મહાપુરુષ થઈ
ગયા.
જીવનપરિચય ઃ તેઓશ્રીના જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશના મારખી તાલુકાના વવાણિયા ગામે વિ. સં. ૧૯૨૪ના કાર્તિક સુદ પૂનમને દિવસે થયા હતા; જે દિવસે ભગવાન સંભવનાથના અને શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યજીનેા પણ જન્મદિવસ આવે છે. તેમના પિતાશ્રીનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવાખા હતું. નાનપણથી જ તેમનામાં દાદા તરફથી વૈષ્ણવધર્મના અને માતા તરફથી જૈનધર્મના સંસ્કારોનું સિંચન થયું હતું.
Jain Education International
જાતિસ્મરણજ્ઞાન : તેમની બુદ્ધિશક્તિ અને સ્મૃતિ ખાળપણથી જ ખીલેલી હતી અને એક જ વાર પાઠ કરવાથી તેની સ્મૃતિમાં તે રહી જતા. સાત વર્ષની વયે વિ. સં. ૧૯૩૧માં, તેમના એક સ્વજન શ્રી અમીચંદજી સદ ંશથી મૃત્યુ પામ્યા. તેમના અગ્નિસંસ્કારના દશનથી શ્રીમદ્જીને જાતિસ્મરણુજ્ઞાન થયું હતું અને ક્રમે કરીને તેમની જ્ઞાનશક્તિ વિશેષ ખીલી હતી. આઠ વર્ષની 'મરથી તેએ કવિતા બનાવતા. દસ વર્ષની વયથી તેઓએ જૈનધર્મનાં પ્રતિક્રમણાદિ સૂત્રોને અવલેાકયાં હતાં અને તેમાં કહેલી દયા અને મૈત્રીથી તેએ ખૂબ પ્રભાવિત થયા હતા. આ સમય દરમ્યાન ઉચ્ચ કક્ષાના સ્વતંત્ર લેખા અને ઉપયોગી નિબધા લખવાની શક્તિ તેમણે સંપાદન કરી લીધી હતી. પંદર વર્ષની અવસ્થા પ્રાપ્ત કરતા સુધીમાં તે તેમણે પોતાના અધ્યયન દ્વારા અનેક વિષયાનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું.
For Personal & Private Use Only
www.jainelibrary.org