________________
ભકિતમાર્ગની આરાધના
જ વધાર્યું છે. આચાર્ય હેમચન્દ્રજીને યુગ ગુજરાતમાં જન ધર્મના ઉત્કર્ષને સુવર્ણયુગ હતે.
સિદ્ધરાજ જયસિંહ, મહારાજા કુમારપાળ, મંત્રી બાહડ, વગેરે ઉપરના આચાર્યશ્રીના વિશિષ્ટ પ્રભાવથી અનેક નવાં જિનમંદિર નિર્માણ થયાં કે તેમને પુનરુદ્ધાર થયે. રામચન્દ્ર, ગુણચન્દ્ર, ઉદયચન્દ્ર, બાલચન્દ્ર વગેરે અનેક શિષ્યએ તેમનું કોપકારનું અને ધાર્મિક શિક્ષણનું કાર્ય ચાલુ રાખ્યું. વર્તમાન યુગમાં શ્રીમદ્ રાજચન્દ્રજી, શ્રી આનંદશંકર ધ્રુવ તથા શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ વિવિધ પ્રકારે તેમને ગુણાનુવાદ કરેલ છે. એકંદરે ૮૪ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ઈ. સ. ૧રરમાં પાટણ મુકામે તેઓએ સ્વર્ગારોહણ કર્યું.
[૭]
મેધાવી મહાકવિ આશાધર અનેકવિધ વિદ્યામાં પારંગતપણથી, દીર્ઘ અખે વિસ્તૃત સાહિત્યની રચનાથી, વિશિષ્ટ અને વિશાળ વિદ્વાન શિષ્ય પરંપરાના નિર્માણથી અને પવિત્ર સદાચારમય જીવનથી મધ્યયુગના પ્રબુદ્ધ જૈન મહાપુરુષોમાં શ્રી આશાધરજીનું સ્થાન અગ્રગણ્ય ગણી શકાય છે.
જીવનપરિચય: તેઓ મૂળ નાગૌર પાસે આવેલા માંડલગઢ (મેવાડ)ના નિવાસી હતા. તેમને જન્મ વિ. સં. ૧૨૩૦માં લગભગ થયું હતું. તેમના પિતાનું નામ સલક્ષણ અને માતાનું નામ શ્રીરત્ની હતું. તેમનાં ધર્મપત્ની સરસ્વતીદેવી હતાં જેથી તેમને છાહડ નામના એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી.
લગભગ વીસ વર્ષની ઉંમરે તેઓ ધારાનગરીમાં આવીને વસ્યા હતા, કારણ કે તે જમાનામાં મહમ્મદ શેરીએ અજમેર, દિલહી અને મેવાડના વિવિધ ભાગો ઉપર સત્તા હાંસલ કરી લીધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org