________________
ભક્તિમાર્ગની આરાધના.
(દેહરા) ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન, |
(અનુટુપ) વળી, થાન ધપ મન:પુષ્પ, પંચેન્દ્રિયહુતાશનમ
ક્ષમા જાપ સંતોષ પૂજા, પૂજે દેવ નિરંજન
આ પ્રમાણે તેવા ઉચ્ચ સાધકો માટે તે ધ્યાનરૂપી ધૂપ, મનરૂપી પુષ્પ, પાંચ ઇન્દ્રિયારૂપી અર્પણતા, ક્ષમારૂપી જાય અને સંતેષરૂપી પૂજા દ્વારા દેડદેવળમાં રહેલા નિરંજન આત્મદેવરૂપી પરમાત્મા જ પૂજવા ગ્ય છે. વજન-સેવા-પૂજા એક દષ્ટિ–વ્યક્તિગત: સામૂહિક: સામાજિક
ઉપરોક્ત વિધિથી આપણે જે પૂજાનું અનુષ્ઠાન કર્યું તે વ્યક્તિગતપણે કે સામૂહિકપણે કરવાથી પિતાના ભાવની વિશુદ્ધિ થાય છે અને દેવસ્થાનકના વાતાવરણમાં પણ એવી પવિત્રતાનાં સ્પંદને ફેલાય છે જેથી ત્યાં આવનાર કોઈ પણ ભક્તજનને શાંતિ અને શીતળતાને અનુભવ થાય છે. સૌ કોઈને સુખ, શાંતિ અને કલ્યાણપરંપરાઓની પ્રાપ્તિ થાઓ તેવી ભાવના આપણે પૂજાને અંતે બેલીએ છીએ, તે પણ સામૂહિક કલ્યાણભાવનાનું જ પ્રતીક છે. જેમ કે સમસ્ત જગતનું કલ્યાણ કરનારા એવા શ્રી તીર્થકર ભગવંતે, ગણધરદેવે, પૂર્વાચાર્યો તથા દ્વિધારી મુનિએ અમને બેધ–સમાધિ અને શાંતિ આપનારા થાઓ. રેગ, ઉપદ્રવ, વ્યાધિ, દુખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતા શાંત થાઓ. ચિત્તને સંતોષ થાઓ, સર્વ પ્રકારની સંપત્તિની વૃદ્ધિ થાઓ, પાપની શાંતિ થાઓ, અને અશુભ કર્મફળ શાંત થાઓ. સમસ્ત શ્રીસંઘમાં, રાજાઓમાં, રાજાઓનાં રહેવાનાં સ્થાનકમાં, ધર્મસભાના સભ્યમાં, નગરના મોટા પુરુષોમાં, નગરના સર્વ લેકમાં, રાજ્યમાં, દેશમાં, દુનિયામાં અને સમસ્ત વિશ્વમાં સર્વત્ર શાંતિ થાઓ, શાંતિ થાઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org