________________
ભક્તિમાર્ગની આરાધના અહીં ભક્તની જે નિસ્પૃહતા કહી છે, તે સાંસારિક વસ્તુઓ સંબંધી જાણવી. ભક્ત, ક્ષમા માં આગળ વધવા ભક્તિ કરવાની શક્તિ, સંયમ ધીરજ, જ્ઞાન ઇત્યાદિ પારમાર્થિક સદ્ગુણની પ્રાર્થના કરે તે તેને, કોઈ અપેક્ષાએ બાધ નથી.
નિજદેષકથન એ આત્મસુધારણનું એક અગત્યનું અંગ છે, જેવી રીતે વ્યવહારજીવનમાં કેઇનું નજીકનું સ્વજન ગુજરી ગયું હોય અને તે વ્યક્તિ ન રડતી હોય તે તેને રડાવવામાં આવે છે કે જેથી તેની અંતરવ્યથા હળવી થઈ જાય, તેવી રીતે પરમાર્થમાં દિનપ્રતિદિનના જીવનથી આપણને જે દોષ લાગ્યા હોય અથવા પ્રમાદથી કોઈ મોટો દેષ થઈ ગયું હોય તે તેનું સગુરુ કે પ્રભુ સમક્ષ નિવેદન કરીને પ્રાયશ્ચિત્ત કરવાથી તે દોષ હળવો થઈ જાય છે, અને ભક્તજન તે દોષથી મુક્ત થઈ શકે છે. આત્મશુદ્ધિની આ પ્રક્રિયાના સિદ્ધાંતમાં વિપુલપણે વિસ્તાર કર્યો છે ત્યાંથી અભ્યાસીઓએ તેનું અવલેકન કરી લેવું. અત્રે તે એટલું જ કહેવું બસ થશે કે પિતાના દોષનું કથન ખુલ્લા દિલથી કરવું જોઈએ કે પૂર્વે થયેલા ઉચ્ચ કોટિના મહાત્માઓ પણ પિતાના દેશની નિખાલસપણે કથની કરી કેવી કેવી રીતે દોષરહિત. થયા છે તે હવે આપણે જોઈએ:
૧. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે – શ્રીમદ્ આનંદઘનજી
મહારાજ ક ૧. પ્રાયશ્ચિતના નવ પ્રકાર કહ્યા છે.
– તત્વાર્થસૂત્રઃ ૯૨૨ ૨. દશ પ્રકારના દેથી રહિતપણે ચાર પ્રકારે આલોચના કરવાની શાસ્ત્રમાં આજ્ઞા કરી છે.
–(4) ઉપરક્ત સૂગની સર્વાર્થસિદ્ધિની ટીકા
– (૨) નિયમસાર – ૧૦૮ ૩, લાલા રણજિતસિંહકૃત બદ્ આલોચના તથા આલેચન-પાક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org