________________
લા
ભૂમિકા :
લઘુતા શબ્દ “અલ્પપણું” “નાનાપણું સૂચવે છે. પિતાના આત્મા વિષે આ લઘુતાને ભાવ કેને ઊપજે? જે ભાગ્યવાન ભક્તજને શ્રીસદ્દગુરુના બેધ દ્વારા ભગવાનના-પરમાત્માના અન ત અચિંત્ય અલૌકિક સ્વરૂપને જાણ્યું હોય, “અહો ! આવા અદ્ભુત ઐશ્વર્યના સ્વામી મારા પ્રભુજી છે એવી જેના અંતરમાં પ્રતીતિ થઈ હોય, તેવા ભક્તના હૃદયમાં પિતાની વર્તમાન દશાના દેનું દિગ્દર્શન થતાં જે અલ્પત્વને, તુચ્છતાને, પ્રભુનું દાસાનુદાસપણું સ્વીકારવાને અને તેને જ શરણે રહેવાને જે ભાવ ઊપજે તે સાચી લઘુતા છે. આ ભાવ ખરેખર ઊપજ કઠિણ છે અને તેથી જ શાસ્ત્રકારની શૈલીમાં પણ તેને ક્રમ શ્રવણ-કીર્તન-ચિંતવનવજન-સેવન-ધ્યાન એવી છ સાધનાભૂમિકાઓના પરિપાકરૂપે સાતમી ભૂમિકામાં ભવ્ય ભક્તોને જીવનમાં ઊપજે કહ્યો છે.
સાધના-પદ્ધતિઃ સત્સંગ, સમજણ અને શ્રદ્ધા એમ ત્રણ મુખ્ય ભૂમિકાઓમાં આ સાધના વહેંચાયેલી છે.
ભક્તનું અને ભગવાનનું, પિતાનું અને પરમાત્માનું શું સાચું સ્વરૂપ છે, તે જાણવાને સર્વોત્તમ ઉપાય સાચા અનુભવી પુરુષને સમાગમ કરે તે છે. જ્યાં સુધી તેમને સત્સંગ ન કરીએ ત્યાં સુધી પિતાના દે કેવી રીતે જણાય? તથા આવા પરમ માહામ્યવાન પ્રભુ છે એ પણ ક્યાંથી ખ્યાલમાં આવે? માટે જ સંતાએ કહ્યું–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org