________________
ચિતવનદયાન
(દેહરા) (૪) જબ જાગે તબ રામ જપ, સેવત રામ સંભાર;
ઉઠત-આઠત આતમા ! ચાલત રામ ચિતાર, સુમરન સિદ્ધિ મેં કરે, જેસે દામ કંગાલ; કહે કબીર બિસરે નહીં, પલ પલ લેત સંભાળ
–કબીરજીનાં આધ્યાત્મિક પદો : ૧૪-૧ર તથા ૬-૨-૪ નામ-સ્મરણ(જાપ)ના અાસમાં ઉપયોગી મુદ્દા
(૧) પવિત્રતા : પવિત્ર પુરુષના ગુણે અને ચારિત્રને યાદ કરવા માટે ભક્તમાં ભમિકારૂપ પવિત્રતા આવશ્યક છે. મેટાં વ્યસન અને સર્વ પ્રકારના દુરાચારને ત્યાગ જરૂરી છે.
(૨) આહાર-વિહારની શિસ્ત : સાદો, સાત્વિક અને મિતાહાર સાધનામાં ઉપયોગી છે. ભરપેટ અને ભારે આહાર પ્રમાદજનક હોવાથી વર્યું છે. ખૂબ શારિરીક શ્રમ આસન સ્થિરતાને બાધક થઈ ચંચળતા ઉપજાવે છે તેથી અતિશય શ્રમ પણ વર્ષ છે.
(૩) ભૂમિકા-ઉપાર્જન: શાંત, નિર્મળ ચિત્તથી ચિંતવનમાં જલ્દીથી સફળતા મળે છે. દૈનિક ગૃહસ્થ કાર્યોમાં રોકાયેલ ભક્ત
સ્મરણ-જાપ કરવા બેસે તે પહેલાં બે-ત્રણ ભક્તિ વૈરાગ્યનાં પદે બેલે અથવા દસેય મિનિટ શાસ્ત્રવચન કરે તે તેનું ચિત્ત સ્મરણને ... એગ્ય બને છે. ચીકણું વાસણ ઉપર જેમ કલાઈ ચઢતી નથી
અથવા છાર પર લીંપણ કરવાથી તે ટકતું નથી તેમ અતિશય મુખ્ય (અશાંત) અને મલિન મન પ્રભુનામમાં કે પ્રભુસ્મરણમાં ચુંટવાની યોગ્યતાવાળું હોઈ શકતું નથી.
(૪) નિયત સ્થાન અને સમયઃ અમુક ચોક્કસ સમયે અને ચેકસ જગ્યાએ અભ્યાસ કરવાથી ચિત્તવૃત્તિને પ્રવાહ એક દિશામાં સહેજે સહેજે વળતે જાય છે.
(૫) સાધનાનું સાતત્ય: ચિંતવન સ્મરણ દરરોજ કરવું આવશ્યક છે. થોડા દિવસેને આંતરે પડી જવાથી ચિત્તને પાછું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org