________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७६
૪ ખાર પ્રકારનાં યંત્રોના ભેદનું કથન, ૫ સ્તંભન, ૬ સ્ત્રીનું આકર્ષણ, છ વશીકરણ યંત્ર, ૮ નિમિત્ત, ૯ વશીકરણનાં ઔષધા, [અને] ૧૦ ગારૂડ (સર્પ વિષને ઉતારનાર મંત્રો) એ દશ અધિકારો અનુક્રમે જે પ્રકારે કહેલા છે તે પ્રકારે હું (મલ્લિષણાચાર્ય) વર્ણવીશ.-૪.
જેમાં સુંદર આર્યા લેાક અને ગીતિ વગેરે સુંદર વૃત્ત છન્દોની રચના છે એવા ઉપર કહેલા દશ પ્રકારના અધિકારો વડે મહૂિષણ કવિ પદ્માવતીકપની રચના કરે છે.-૫. મન્ત્ર સાધકનાં લક્ષણાઃ—
જેણે કામના આડંબરને જીત્યા છે, ક્રોધને શાંત કર્યાં છે, વિકથા-મિથ્યા આલાપના ત્યાગ કર્યાં છે એવે, પદ્માવતીદેવીનાં પૂજનમાં અનુરક્ત અને જિનેશ્વરદેવના ચરણકમલના ઉપાસક, મન્ત્રનું આરાધન કરવામાં શ્રવીર, પાપકર્માંથી નિવૃત્ત થએલા, સર્વ પ્રકારના ગુણા વડે ગંભીર, મૌન ધારણ કરનાર, મહા અભિમાની, ગુરુ પાસેથી જેને મન્ત્રના ઉપદેશ મળ્યા છે એવા,નિદ્રા અને આળસ રહિત તથા પરિમિત ભાજન કરનાર વિષય અને કષાયને જિતનાર,ધર્મરૂપી અમૃતના સેવન વડે જેનું શરીર હર્ષયુક્ત છે એવા અને વિશિષ્ટ ગુણા વડે યુક્ત, બાહ્ય અને અભ્યન્તર પવિત્ર, પ્રસન્ન ચિત્તવાળા, દેવ અને ગુરુને વિષે ભક્તિવાળા, લીધેલા વ્રતને પાળવાવાળા, સત્ય એાલવાવાળેા અને દયાએ કરીને સહિત, ચતુર, મન્ત્રના બીજ ભૂત પદોનું અવધારણ કરનારા પુરુષ મન્ત્રસાધક હાય.-૬, ૭, ૮, ૯, ૧૦,
ઉપર કહેલા ગુણેા જે પુરુષમાં હેાતા નથી, તે કેાઇપણ સ્થળે કદી મન્ત્રસાધક થઈ શકતા નથી. જો અભિમાનથી (ઉપર કહેલા ગુણા વગરના પુરુષ) મન્ત્રના જાપ કરે તે તે પદ્માવતીદેવીથી અનર્થને પ્રાપ્ત કરનારા થાય છે.-૧૧.
એ પ્રમાણે ઉભયભાષાના કવિશ્રેષ્ઠ શ્રીકૃષણસૂરિએ બનાવેલા ભૈરવપદ્માવતીકલ્પમાં મન્ત્રસાધકરૂપ પહેલા અધિકાર સંપૂર્ણ,
For Private And Personal Use Only