________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
// કરી શ્રી પાર્શ્વનાથાય નમઃ || કવિશ્રેષ્ઠ શ્રીમક્ષિણસૂરિ વિરચિત
ભૈરવપદ્માવતીક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. મંત્રીલક્ષણાધિકાર
કઠે કરેલા ઉપસર્ગો ઉપર વિજય મેળવનારા, ત્રણ ભુવનના નાથ પાયજિનને પ્રણામ કરીને અભીષ્ટ ફળ આપનારા ભૈરવ પદ્માવતી કલ્પને હું વર્ણવું છું –૧.
જેના હાથમાં પાશ, ફળ, વરદ અને અંકુશ રહેલા છે એવી, પદ્મરૂપ આસનવાળી, ત્રણ ાચનવાળી અને રાતા પુષ્પના જેવા વર્ણવાળી પદ્માવતી દેવી મારૂં રક્ષણ કરો.(પદ્માવતી દેવીનું સ્વરૂપઃ—પદ્માવતી દેવીને ચાર હાથ છે, તેણીની ડાબી બાજુના ઉપરના હાથમાં પાશ, નીચેના હાથમાં ફળ તથા જમણી બાજુના ઉપરના હાથમાં અંકુશ અને નીચેના હાથમાં વરદ હેાય છે અને આસન કમળનું છે. આ જ પ્રમાણેના સ્વરૂપવાની વિ. સં. ૧૨૫૪ના ફાગણ સુદી ૮ના દિવસે પ્રતિષ્ઠિત કરેલી સફેદ આરસની દેવીની મૂર્તિ ઈડરના સંભવનાથ ભગવાનના દિગંબર જૈન મંદિરમાં વિદ્યમાન છે.)–૨.
(૧) તેાતલા, (૨) ત્વરિતા, (૩) નિત્યા, (૪) ત્રિપુરા, (૫) કામસાધિની અને (૬) ત્રિપુર ભૈરવી એ પદ્માવતી દેવીના [જુદા જુદા સ્વરૂપોનાં] નામેા છે..--૩.
૧ પ્રારંભમાં મન્ત્રસાધકનાં લક્ષણ, ૨ આત્મરક્ષણની વિધિ, ૩ દેવીની પૂજા વિધિ,
૧ [આ સ્વરૂપે આ પ્રમાણે છેઃ-(૧) જેના હાથેામાં અનુક્રમે પાશ, વ, કેળ તથા કમળ છે તે તેાતલા, (૨) જેના હાથેામાં અનુક્રમે શંખ, કમળ, અભય તથા વરદ છે તથા જેને વર્ણ સૂર્યના જેવા છે તે રિતા, (૩) જેના હાથેામાં પાશ, અંકુશ, કમલ તથા અક્ષમાલા છે તથા જેનું વાહન હંસ તથા વર્ણ સૂર્યના જેવા અને જેની જટા ખાલચંદ્ર (બીજના ચંદ્ર)થી મંડિત છે તે નિત્યા, (૪) જેના આઠે હાથામાં અનુક્રમે શૂલ, ચક્ર, કલશ, કમલ, ધનુષ, બાણ, કલ અને અંકુશ છે અને જેના વર્ણ કંકુ જેવા લાલ છે તે ત્રિપુરા, (૫) જેના હાથેામાં શેખ, કમલ, કુલ તથા કમલ છે અને અન્ધુક (બપેરીયા) પુષ્પના જેવા જેના શરીરના વર્ણ છે તથા કુર્કેટ સર્પ જેનું વાહન છે તે કામસાધિની, જેના હ થેામાં અનુક્રમે પાશ, ચક્ર, ધનુષ, બાણુ, ઢાલ, તરવાર, કુલ તથા કમલ છે અને જેના શરીરનો વર્ણ ગોપ જેવા છે તથા જે ત્રણુ નેત્રવાળી છે તે ત્રિપુર ભરવી છે.]--‘અનેકાંત’ વર્ષે. ૧ કિરણ ૮, ૯, ૧૦, પૃ′ ૪૩૦.
For Private And Personal Use Only